ગાંધીનગર ની ૫૦ વર્ષ ની મહિલા એ આપ્યો તંદુરસ્ત બાળક ને જન્મ ! તેની પાછળ નું કારણ એ હતું કે આ માતા એ …

કોરોનાની બીજી લહેર માં ઘણા લોકો એ પોતાના પ્રિયજનો ને ગુમાવ્યા છે. આમાં નાના બાળકો થી લઇ ને મોટા  વૃધ્ધો અને યુવાનો પણ કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા છે. જેના કારણે ઘણા પરિવાર જનો તૂટી ગયા છે અને ઘણા માતા પિતા સંતાન વિનાના તો ઘણા બાળકો અનાથ બનતા પણ જોયા છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે જેમાં જુવાન દીકરા ને એક દંપતી એ આવા કોરોના કાળમાં ગુમાવ્યો છે અને બંને નિરાધાર બન્યા હતા.

ગાંધીનગરમાં રહેતા ૫૮ વર્ષના પિતા અને ૫૦ વર્ષ ની માતા નો લોકસેવા કરતો ૨૬  વર્ષનો દીકરો  ફેફસાના ગંભીર રોગ ના કારણે મૃત્યુ પામ્યો હતો. એટલે આ દંપતી ડીપ્રેશનમાં સરી જવા પામ્યું હતું. પરંતુ આજકાલ ની ટેકનોલોજી ના ઉપયોગ થી આ દંપતી ફરી માતા પિતા બન્યા છે.  IVF ટ્રીટમેન્ટ થી પ્રથમ સાઈકલમાં જ ગર્ભાવસ્થા રહેતા રથયાત્રા ના દિવસે આ માતા એ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો હ્તો અને પોતાનું એકલાપણું દુર થયું હતું.

ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી અને હાલ નિવૃત થયેલા મગનભાઈ ભગોરા કહે છે કે, કોરોનાની બીજી લહેરમાં દર્દી ઓની મદદ કરતા મારા ૨૬ વર્ષના પુત્રના લગ્ન માટે અમે એક છોકરી શોધતા હતા, ત્યારે જ અમારા પુત્ર ને કોરોના સંક્રમણ થયું અને તે આ સમયમાં જ તે મૃત્યુ પામ્યો. અમારું જીવન આ ઘટના થી અંધારામાં વહી ગયું હતું. આ ઘટના થી હું અને મારી પત્ની પુત્ર વિયોગના આધાતમાં સરી પડ્યા હતા. અમારી આવી હાલત જોઈ ને એક શિક્ષક મિત્ર એ સલાહ આપી કે IVF ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં ‘પ્લેનેટ વીમેન’ ના ડો.મેહુલ દામાણી અને ડો.સોનલ દામાણી ને મળો ત્યાં પછી અમે તે ડોક્ટર નો સંપર્ક કરયો.

ડો. દામાણી એ અમારી આ સ્થિતિ જાણી ને તપાસ કરી જણાવ્યું કે તમારી સારવાર શરુ કરી દઈએ અને અમે સારવાર શરુ કરાવી અને જાણે ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પાછો આપવા માંગતો હોય તેમ સાબિત થયું. ૫૦ વર્ષ ની વયે રથયાત્રા ના દિવસે જ મારી પત્ની એ પોણા ત્રણ કિલો ના તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો. ડો. મેહુલ દામાણી જણાવે છે કે, પચાસ વર્ષ ની મહિલા ને પ્રેગનેન્સી વખતે બહુ જ તકલીફ આવતી હોય છે પરંતુ ભગોરા દંપતી આ ઉમરે પણ ગઢપણ નો સહારો લેવા આવ્યા હતા મહિલાના ગર્ભાશય ની સ્થિતિ સાનુકુળ હતી પણ અમારી સારવારની સાથે આ દંપતી એ પૂરો સહકાર આપ્યો.

જેમાં મહિલાને ગર્ભાવસ્થા રહે તેના ચોક્કસ ડોઝ આપી ગર્ભાવસ્થા રહી અને નવ  મહિના પછી રથયાત્રા ના દિવસે આ મહિલા એ સિઝેરિયન થી પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્ર ને જન્મ આપ્યો હતો. આમ તો સરકારે એપ્રિલ મહિનામાં જ ART એકટ  પસાર કર્યો જેમાં ૫૦ વર્ષ ની ઉપરની ઉમર ની મહિલા IVF ની સારવાર મેળવી સક્સે નહિ. પરંતુ આ દંપતીના નસીબ પણ જોર કરતા હશે આથી જ મહિલા ને ગયા વર્ષે IVF ની સારવાર આપવામાં આવી અને આજે તે ફરી એક વાર માં બની. જો તેઓ થોડા મોડા પડ્યા હોય તો તેઓ આજીવન આ ડીપ્રેશન માંથી મુક્ત થઇ શક્યા ન હોત.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *