આહીર યુવાનના લગ્નની 6 પાનાની અખબાર જેવી કંકોત્રી અને અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ ! ફેરા ફરતી વખતે સંકલ્પ લીધો હતો કે…
હાલ ચારે કોર લગ્નની સિઝન ચાલી રહી છે ત્યાર આગામી તારીખ 5 ફેબ્રુવારીના વસંતપંચમીનો દિવસ છે ત્યાર હિંદુ ધર્મ મુજબ આ દિવસ ખુબ પવિત્ર દિવસ માનવા મા આવે છે અને વણદેખ્યુ મુહૂર્ત હોય છે ત્યારે અનેક નવ યુગલો આ દિવસે પ્રભુતામાં પગલાં પાડશે અને નવા જીવનની શરુવાત કરશે. ત્યારે હાલ ના મોડર્ન સમય મા પ્રી વેડીંગ ફોટો શુટ છે અને અનોખી લગ્ન કંકોત્રી નો ઘણો ટ્રેંડ છે.
ત્યારે યુગલો કાઈ ને કાઈક નવુ કરીને પોતાના લગ્ન ને અનોખા બનાવવા નો પ્રયાસ કરે છે. ત્યારે રાજકોટ ના એક યુવાને પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં ખાંડેરા પરિવારમા જય ખાંડેરાના લગ્ન ગઈ 5 ફેબ્રુવારી 2022ના રોજ યોજાયો હતો ત્યારે પોતના લગ્ન ને યાદગાર બનાવવા માટે યુવાને અનોખી છ પાના ની કંકોત્રી છંપાવી હતી. કંકોત્રી મા ખાસ કરીને ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી હતી. તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રીમાં કંડારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લગ્ન ના પ્રસંગો સાથે અનેક ઉપયોગી માહિતી અને દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા હતા આ ઉપરાંત કંકોત્રી મા મહત્વ ની વાત એ હતી કે કંકોત્રી ના છઠ્ઠા પેજ મા લગ્ન ના ફેરા નુ મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. આપને જણાવી દઈએ કે જય ખાડેરા રાજકોટ ના આહીર સમાજના અગ્રણી મેહુલભાઈના પુત્ર અને જય ના લગ્ન નાગાજણભાઈ સવસેરાની પુત્રી સોનલ સાથે થયા હતા.
આ નવયુગલે ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું હતું. જેમાં કોરોનામાં અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ ખરેખર હાલ ને સમયે લોકો આર્થીક રીતે પરેશાનીઓ ભોગવી રહ્યા છે ત્યારે આવો સંકલ્પ ખરેખર સરાહનીય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો