અવિશ્વસનીય:- 66 વર્ષે ફૂટી જવાની,પ્રથમ પત્નીની સંમતિથી કર્યા બીજા લગ્ન…આખી ઘટના જાણીને ચોંકી ઉઠશો…

પ્રેમ અને લગ્ન ને આપણા સમાજમાં ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે..લોકો કહે છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી કેમ કે એ તો આપોઆપ થઈ જાય છે પરંતુ એ સાથોસાથ આજના સમાજમાં આપણે જોઈએ તો પ્રેમને વિવાહનું સ્વરૂપ આપવા માટે પણ કોઈ ઉંમર બાધ નથી હોતો…અને પ્રેમ કરનાર વ્યક્તિ લોકો શુ કહેશે એ વિચારતો નથી.આમ,પ્રેમ કે લગ્નની કોઈ ઉંમર નથી હોતી એ વાતને ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ એ સાબિત કરી દીધી છે…

ઉત્તરપ્રદેશ ના મુરાદાબાદમાં 1 ઓગષ્ટ,1955 ના રોજ જન્મેલ અરુણ બંગાળ માટે ક્રિકેટ રમી ચૂક્યા છે..2016 માં તેઓ કેન્સરનાં રોગથી પણ પીડાયા હતા આથી એમને કોમેન્ટ્રીનો વ્યવસાય પણ છોડી દીધો પરંતુ તેમની આ મોજીલી જિંદગી એ રોગને પણ આઉટ કરી દીધો..જોકે પછી તેઓએ બંગાળની ટિમ માટે પણ કોચિંગ કરી હતી…

અરુણલાલની ક્રિકેટ જર્ની:- અરુણલાલની ક્રિકેટ સફર વિશે જાણીએ તો તેઓ 16 ટેસ્ટ અને 13 વન ડે રમી ચૂક્યા છે,જેમાં તેમણે અનુક્રમે ટેસ્ટમાં 729 અનેં વન-ડે માં રન બનાવ્યા છે.ફર્સ્ટ ક્લાસમાં એમને 156 મેચ રમીને 30 Century જોડી છે અને ટોટલ 10421 રનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે…એમની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ 27 જાન્યુઆરી 1982માં ઇંગ્લેડની સામે કટક વન-ડે રમી હતી… અને અમણે ક્રિકેટ કરિયરની છેલ્લી મેચ એપ્રિલ, 1989 માં વેસ્ટઇન્ડિઝ ની સામે કિંગસ્ટનની ટેસ્ટ મેચ હતી…જોકે તેઓ ઇન્ટરનેશનલ મેચમાં ક્યારેય century મારી શક્યા નથી.

લગ્નજીવનમાં બન્યા કોચ:-પરંતુ એમના લગ્ન જીવન બાબતે ચર્ચા કરીએ તો ક્રિકેટની જેમ અરૂણલાલ પણ પોતાની જિંદગીના અને પ્રેમના ઓપનર અને કોચ નીકળ્યા..પણ એમના આ કિસ્સા માં અજાયબીની બાબત એ છે કે એમના આ બીજા લગ્ન એમની પહેલી પત્નીની અનુમતીથી થાય છે…એમની પ્રથમ પત્ની રિના, જે ઘણા સમયથી માંદગીમાં રહે છે.આથી આ પરિસ્થિતિમાં એમણે અંગત રીતે સહમત થઈ છૂટા-છેડા લઇ લીધા છે.જેથી તે બીજા લગ્ન વિના અવરોધે કરી શકે. અરુણલાલના હવે જેની સાથે લગ્ન થવાના છે એમનું નામ બુલબુલ સાહા છે જેની ઉમર માત્ર 38 વર્ષ છે જે અરુણલાલથી 28 વર્ષ નાની છે..જેમાં તેઓ જણાવે છે કે હકીકતમાં અમે જૂના મિત્રો છીએ અને ત્યારબાદ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં પણ હતા અને બે મહિના અગાઉં એમને સગાઈ પણ કરી લીધી છે.

હવે આખરે તેઓ 2જી મેં,2022 ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.આ ભવ્ય લગ્નની ઉજવણી કોલકતાના પીયરલેસ ઇન હોટલમાં થશે..જેમાં અરુણલાલ CAB(Cricket Association Of Bangal)ના અધિકારીઓ અને બાકી પરિવારના લોકોને આમંત્રણ પાઠવશે અને અનોખા લગ્નના કાર્ડ પણ અનોખી રીતે બનાવવામાં આવ્યા છે,અને હાલ પરિવાર અને મિત્રોને આ કાર્ડની વહેંચણી કરવામાં આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *