ગુજરાતના નાનકડા ગામના 7 પાસ યુવકે પિતાની મજબૂરી જોઈ ભંગાર બાઇકને બનાવ્યું ટ્રેક્ટર, ખાસિયત એવી કે….જાણો

મિત્રો કહેવાય છેને કે મહેનત કરવા વાળાની કોઈ દિવસ હાર નથી થતી. તેમજ વ્યક્તિ જ્યારે જ્યારે પણ મુશ્કેલીમાં આવી જતો હોઈ છે ત્યારે તે તેમાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કરતો હોઈ છે અને અંતે તેણે સફળતા પણ પ્રાપ્ત થતી હોઈ છે. જોકે વાત કરવામાં આવે તો આજના અમ્ય્માં ખેડૂતોનું જીવન વધુ પડતું ખેતી પર જ આધારિત હોઈ છે તો વળી ખેતી કરવા માટે પણ ઘણા સાધનોની પણ જરૂર પડતી હોઈ છે ટ્રેકટર , પાણીની સિંચાઈ કરવા માટે મોટર, કીટ નાશક દવાઓ વગેરે ખુબજ મોંઘુ પડી જતું હોઈ છે એક ગરીબ ખેડૂત માટે. તો વાળી હાલ એક ગામડના યુવકે જાતેજ એક મીની ટ્રેક્ટર બનાવી લીધું ઈ પણ સાવ નજીવા ખર્ચમાં આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.

વાત કરવામ આવે તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામમાં રહેતો 18 વર્ષીય નંદીશ નાયકાએ માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેને વધારે ભણવું હતું, પરંતુ તેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેણે અભ્યાસ છોડવો પડ્યો ગરીબીમાં ઊછરેલા નંદીશનું કંઇક અલગ કરી બતાવવાનું જન્મથી સપનું હતું, પણ તે ભણી ન શક્યો. તો ઘરેથી બસ મનમાં ગાંઠ વાળીને નીકળી પડ્યો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠેકઠેકાણે મજૂરી કરીને થોડી રકમ એકઠી કરી અને પરત પોતાના ગામે ફર્યો. તેનું કહેવું છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એમ માત્ર સાત ધોરણ ભણેલા નંદીશ નાયકાએ પોતાની કોઠાસૂઝથી બાઇકના એન્જિનમાંથી મિની ટ્રેકટર બનાવી ‘હમ કિસી સે કમ નહીં’ પંક્તિને સાર્થક કરી દીધી છે. આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે નંદીશ વધારે ભણી ન શક્યો, પણ તેણે અથાક મહેનત કરીને પોતાનું સપનું પૂરું કર્યું છે. ત્યારે અહેવાલમાં વિગતે જોઈએ નંદીશ, તેનું સપનું, મહેનત અને તેનું પરિણામ.’

નંદીશના પરીવાર્બને ખેતીમાં એ તકલીફ હતી કે ટેકનોલોજીના જમાનામાં ટ્રેકટરની વાત દૂર રહીં, પણ તેના પરિવારમાં બળદ પણ નહોતા, જેથી ખેતર ખેડવામાં બહારથી ભાડેથી ટ્રેકટર મગાવવું પડતું હતું અને એ પરિવારને પોસાતું નહોતું. આ બધું નજરે જોયા બાદ નંદીશે નક્કી કર્યું કે હું ટ્રેકટર બનાવીશ. આમ જે બાદ ટ્રેકટર બનાવવા માટે રૂપિયાની જરૂર પડતી તો તે મજૂરી અર્થે કાઠિયાવાડ જતો અને થોડા રૂપિયા ભેગા થતા ફરીથી ઘરે ગુડા આવીને પોતાની સપનું પૂરું કરવા કામે લાગી જતો. ટ્રેકટર બનાવવા બાઈકનું એન્જિન લગાવ્યું તો એમાં આગળના ચાર ગિયર હતા પરંતુ રિવર્સ ગિયર ન હતો એટલે પોતે બાજુના ગામમાં જઈને બાઇકમાં જરૂરી ચક્કર લઈ આવી પોતાની આગવી આવડત કામે લગાવી રિવર્સ ગિયર પણ બનાવ્યો અને ટ્રેકટરમાં ફીટ કરી દીધો હતો. તેમ છતાં કેટલીક નાની નાની પણ જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી પણ ઘરેથી જુગાડ કરીને તે વસ્તુઓને ઉપયોગ કરીને ટ્રેકટર બનાવી દીધું હતું.

તેમજ જો તમને જણાવીએ તો ટ્રેકટરમાં પેટ્રોલ ભરવા માટે હાલમાં પ્લાસ્ટિકની બોટલ લગાવી છે તેમાંથી પાઇપ કાઢીને એન્જિનમાં પેટ્રોલનો સપ્લાય આપ્યો છે. વાયરીંગ પણ પોતે જ કરીને આખું ટ્રેકટર બનાવી દીધું. પરંતુ ખેતરમાં ખેડવા માટે કલટીવેટરની જરૂર હતી એટલે લોખંડ લાવી તેમાંથી ઘરે જ કલટીવેટર બનાવીને ખેતર ખેડવાનું ચાલુ કરી દીધું. આ ટ્રેકટર બનાવવા માટે નંદીશ નાયકાને લગભગ દોઢથી બ વર્ષનો સમય લાગ્યો હતો અને લગભગ 30 હજાર જેટલો ખર્ચ લાગ્યો છે, આમ નંદીશે પોતાની આવડત વડે નાનું ટ્રેકટર બનાવીને સૌને ચોંકાવી દીધા છે. પરંતુ આ યુવાનને મદદ મળે તો તેને પોતાનું સપનું પૂરું કરવામાં મદદરૂપ બની શકે તેમ છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *