આજના યુવાનો ને શરમાવે તેવો જુસ્સો અને જોશ છે 95 વર્ષ ના દાદા મા ! ખેતી સહીત ના કામ કરે છે આ ઉંમરે…
હાલ ના સમય મા અવનવા રોગ ની વચ્ચે કોઈ 90 વર્ષ જીવશે એવી કલ્પના પણ ના કરી શકીએ પરંતુ જો તમને એવુ જણાવીએ કે 95 વર્ષ ની ઉંમરે એક દાદા ખેતી કરે અને યુવાનો ને પણ શરમાવે તેવો જોશ જોવા મળે ! તો તમે આ વાત પર કદાચ વિશ્વાસ ના કરી શકો… પરંતુ આ વાત ખરી છે. આપણા જે દાદા ની વાત કરવા જઈ રહ્યા છીએ એ દાદા નુ નામ ગેમાજી નીનામા છે.
આપણે જેની વાત કરીએ છીએ તે ગેમાજી નીનામા ખરેખર વૃધ્ધ નથી તેવો 95 વર્ષે પણ એવી રીતે જીવન જીવે છે જાણે તેવો એક યુવાન હોય. ગેમાજી આટલી ઉંમરે પણ પોતાનુ દરેક કાર્ય તો જાતે કરેજ છે પરંતુ વધારા નુ કામ પણ તેવો કરે છે જેમ કે તેવો ખેતી પણ આ ઉમરે હોંશે હોશે કરે છે. 95 વર્ષ ની ઉંમરે તેવો એકદમ સ્વસ્થ છે અને રોગ મુક્ત છે.
ગેમાજી નો 22 સભ્યોનો પરીવાર છે અને સંયુક્ત કુટુંબ પ્રથા મા જીવી રહ્યા છે. જેમા સવ હળીમળિ ને રહે છે અને પરીવાર ના સભ્યો ને સમાંતરે સલાહ અને સુચનો પણ આપતા રહે છે. આજે આ પરીવાર માટે ગેમાજી એક વડલા સમાન છે જે પરિવાર ના દરેક સભ્યો ને હુંફ પુરી પાડે છે. જો ગેમાજી ની વાત કરવામા આવે તો તેવો વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામ ના વતની છે અને ગુજરાત રાજ્યમાં સૌથી લાંબા સમયથી સને 1964 થી પેન્શન મેળવનાર કર્મચારી બની રહ્યા છે.
ગેમાજી નિનામા સને 1947 માં પોલીસની નોકરીમાં લાગ્યા હતા અને જે તે સમયે જન્મનું વર્ષ 1927 લખાવ્યું હતું જ્યારે તેવો અમદાવાદ ના શાહીબાગ મા ફરજ પર હતા ત્યારે ઈજાગ્રસ્ત થયા હતા અને તેવો શારીરીક રીતે અનફિટ થતા ત્યારે 1964 મા તેવો નિવૃત થયા હતા અને રાજ્ય સરકારે તેવનુ પેન્શન ચાલુ કર્યુ હતુ.
ગેમાજી સુખ દુખ ના સંભારણા કરતા જાણવા છે કે ચાર પુત્ર માથી એક પુત્ર દેશ ની સેવા માટે આર્મી મા મોકલ્યો હતો જેમા ઉગ્રવાદી ઓ સાથે લડાઈ મા શહીદ થયો હતો જ્યારે ગેમાજી આજે પણ ગામના દરેક લોકો માટે પ્રેરણા સમાન છે.