ગુજરાત નો સુંદર કિસ્સો ! જીવન ની એકલતા દુર કરવા માટે 60 વર્ષ થી વધુ ઉમરે બન્ને એ…

કહેવાય છે કે યુગલો સ્વર્ગમાં બને છે. કોણ કોનો લાઈફ પાર્ટનર બનશે, તે ઉપરવાળાએ પહેલેથી જ નક્કી કરી લીધું છે. પરંતુ ક્યારેક આવા કપલ સામે આવે છે, જેને જોઈને આપણને આપણા તૂટેલા નસીબ પર રડવું આવે છે. કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી તેવીજ રીતે અંકલેશ્વરના 68 વર્ષિય વર અને મુંબઈના 65 વર્ષિય વધૂએ રવિવારે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન બાદ આ કપલે વડોદરા શહેરમાં રહેવાનું પસંદ કર્યું હતું. ચાલો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો મુંબઈના એક વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર પોતાના બાળકો સામે મુક્યો હતો જે તેમના બાળકોએ રાજી-ખુશીથી અપનાવ્યો હતો.

અને જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષિય વર અને મુંબઈના 65 વર્ષિય વધૂએ રવિવારે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન બાદ આ કપલે વડોદરા શહેરમાં રહેવાનું પસંદ કર્યું હતું. આમ અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની 7 મહિના પહેલાં બીમારીને કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા.

તેમજ વધુમાં જણાવ્યું કે ગયા મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈનની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે જ્યારે જ્યોત્સ્નાબેનના પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. આ સાથે અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં.

આમ અંતે જ્યોત્સ્નાબેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મીટિંગ કરી હતી. ત્યાર બાદ 13 ડિસેમ્બરે સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતાં. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને હાલ બંને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયાં  છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *