જોરદાર ઠંડી વચ્ચે હવામાન ખાતા ની મોટી આગાહી ! આ તારીખે થશે માવઠું…જાણો વિગતે
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો ખુબજ ઠંડી જમાવી રહ્યો છે. ગુજરાતના દરેક શહેરમાં શિયાળાની ખુબજ ઠંડી જોવા મળે છે લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે ચાલવા નીકળતા હોઈ છે તોવળી ઘણા લોકો તાપણી કરતા પણ જોવા મળી રહે છે. આ વર્ષે ગરમી વરસાદ પણ ખુબજ જોવા મળી હતી તેવામાં શિયાળાની ઠંડી પણ એટલીજ વધારે છે. તેવામાં હાલ જોરદાર ઠંડી વચ્ચે હવામાન ખાતા ની મોટી આગાહી ! આ તારીખે થશે માવઠું. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આજ રોજ સવારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઠેર ઠેર ઠંડા પવન સાથે તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. આમ તેવામાં હવામાન વિભાગે તા. 11 થી 13 ડિસેમ્બર વચ્ચે રાજયનાં જુદા જુદા ભાગોમાં બંગાળની ખાડીનાં લોપ્રેશર અને વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે માવઠાની આગાહી કરી છે. તેમજ આજની વાત કરીએ તો નલિયા, રાજકોટ, ભૂજ, કેશોદ, ગાંધીનગર, કંડલા સહિતનાં સ્થળોએ પવન સાથે તીવ્ર ઠંડી પણ અનુભવાઈ હતી.
આમ આથી લોકો સવારનાં ભાગે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડવા લાગ્યા છે. ખાસ કરીને રાજયમાં નલિયા, ગાંધીનગર, અમરેલી, ડીસા, રાજકોટ સહિતનાં સ્થળોએ ઠંડીનો પ્રભાવ વધુ જોવા મળે છે. તેમજ વાત કરીએ તો રાજકોટમાં આજે સવારે 7 કિ.મી.ની ઝડપે ઠંડા પવન સાથે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાનથી નગરજનોએ કડકડતી ઠંડી સાથે શિતલહેર અનુભવી હતી.
દરમ્યાન આજરોજ સવારે અમરેલી ખાતે 15.ર ડિગ્રી, ભાવનગરમાં 18 ડિગ્રી, દ્વારકામાં 17.6 ડિગ્રી, ઓખામાં 23 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી તેમજ વેરાવળમાં 20.2 ડિગ્રી, દિવમાં 20 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.5 ડિગ્રી અને મહુવામાં 18.3 તથા કેશોદમાં 13.5 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આ સાથે રાજ્યના અમદાવાદ ખાતે 17.6, ડિસામાં 14.8 ડિગ્રી અને 12.1 ડિગ્રી સાથે ગાંધીનગરમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. જયારે વલ્લભવિદ્યાનગરમાં 14.7, વડોદરામાં 20.6, સુરતમાં 20.8, વલસાડમાં 19.5 લઘુતમ તાપમાન નોંધાયું હતું .
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ