એસજી હાઇવે પર મોટી રાત્રે હીટ એન્ડ રન કેસ, કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા એક્ટિવા હવામાં ફંગોળાઈ અને..

આમ ગુજરાતમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે એમાં ખાસ કરીને અમદાવાદ શહેરનો એસજી હાઈવેને લોકો મોતનો રોડ કહી રહ્યા છે. અમદાવાદના આ એસજી હાઈવે પર ઝડપી મુસાફરી માટે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો પણ આ ઓવર બ્રિજ મોતનો તાંડવ દેખાડી રહ્યો છે આ બ્રીજ પર વાહનોની ઓવર સ્પિડ લોકોના જીવ લઈ રહી છે.

હાલ જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક દંપતી એક્ટિવા પર હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે કાર ચાલકે દંપતીને અડફેડે લેતા એક અકસ્માત સર્જાયું હતું અને બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ મોડી રાત્રે બન્યો હતો. અકસ્માત બાદ એક્ટિવા પર જઈ રહેલ દંપતી બ્રિજ પરથી નીચે પટકાયા હતા અને આ જોઈ જે કારએ ટક્કર મારી હતી એ કાર ચાલક કાર મુકી ભાગી ગયો હતો.

આ અકસ્માત અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપિઠની સામે સર્જાયો હતો. જ્યાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અને પુત્રવધુ દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલી એસજી હાઈવે પર બનાવવામાં આવેલ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ પુરઝડપે આવી રહેલી કાર GJ 01 KP 9398 ના ચાલકે ટક્કર મારી હતી અને આને કારણે દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલી એકટીવા સહીત જ પરથી નીચે પટકાયા અને બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. કારની ઝડપ ખુબ વધુ હતી અને સાથે જ ટક્કર એટલી જોરદાર હતી કેએકટીવા સહીત બંને 100 મિટરના અંતરે બ્રિજ પરથી નીચે પડ્યા હતા.

દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને એ બંને ગઈકાલે મોડી રાત્રે એમની એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયા હતા અને ઘરે પરત ફરતી વખતે આ બનાવ બની ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથે ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.