વડોદરામાં થેયલી 19 વર્ષના યુવકની હત્યામાં થયો મોટો ખુલાસો! મિત્ર જ નીકળ્યો હત્યારો, પ્લાન બનાવ્યો હતો કે…પરિવાર છે દુઃખ

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો મામલો સામે આવી રહ્યો છે જેમાં કાલે નવરાત્રીના છેલ્લા નોરતાનાં દિવસે ગરબા જોવા ગયેલા કોલેજીયન યુવકની ઘાતકી હત્યા,બેઝમેન્ટમાંથી હાથ-પગ બાંધેલી લાશ મળી આવી હતી. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ હત્યાની ઘટના વડોદરા માંજલપુર વિસ્તારમાંથી સામે આવી રહી છે. ગરબા જોવા નીકળેલા ૧૯ વર્ષીય દક્ષ પટેલની સયાજીગંજના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર વ્યાપી છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ તેમજ યુવકના મિત્રોની વિગતો મેળવી તપાસ હાથ ધરી છે. તમને જણાવીએ તો માંજલપુર વિસ્તારમાં જયઅંબે સ્કૂલ પાસે શિવમ સોસાયટીમાં રહેતો દક્ષ હસમુખભાઇ પટેલ એમ એસ યુનિ.ના એસ વાય બીકોમમાં અભ્યાસ કરે છે.તેના પિતા હસમુખભાઇ પટેલ મકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવવાનો વ્યવસાય કરે છે.જ્યારે, એન્જિનિયર થયેલો ૨૩વર્ષીય ભાઇ કેવિન પિતા સાથે ફેક્ટરીમાં કામ કરી રહ્યો છે.

આમ જે યુવકની હત્યા થઈ હતી તેની ઉંમર 19 વર્ષ હતી અને તે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે આ હત્યાનો કેસ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. જ્યારે આરોપીએ હત્યાની કબૂલાત કરી તો તેનો આખો પ્લાન જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સાથે જ હત્યારો બીજુ કોઈ નહીં પણ તેનો મિત્ર જ નીકળ્યો હતો. હત્યારાએ હત્યા કરવા માટે કલ્પી ન શકાય એવો ભયંકર પ્લાન બનાવ્યો હતો. એ તો ઠીક પણ પોલીસ તેના સુધી પહોંચે અને પૂછપરછ કરે તો શું કરવું એના માટે તેણે કેટલીક વેબ સિરિઝ અને યુટ્યૂબ પર વિડીયો પણ જોયા હતા. પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઈ હોવાનું પોલીસ કહી રહી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા દક્ષ હસમુખભાઈ પટેલની બે દિવસ પહેલાં જ હત્યા થઈ હતી. તે રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યો હતો. જો કે, સવાર સુધી તે ઘરે પરત ન ફરતા તેનો પરિવાર પણ ચિંતિત બન્યો હતો. તેઓએ શોધખોળ હાથ ધર્યા બાદ માંજલપુર પોલીસ સ્ટેશમાં પુત્ર ગુમ થયો હોવાની રજૂઆત કરી હતી. પરિવારની આ રજૂઆત બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે દક્ષની શોધખોળ હાથ ધરી હતી.

આમ પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આરોપી પાર્થ પડી ભાગ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. હત્યારા પાર્થ કબૂલાત કરી કે, પ્રેમસંબંધની શંકામાં તેણે હત્યા કરી હતી. તેણે દક્ષને કિડનેપિંગની થીમ પર વિડીયો બનાવવાનું કહીને બોલાવ્યો હતો. બાદમાં હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારો પાર્થ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને છરી તથા સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા. જો હત્યા કર્યા બાદ પોલીસ તેની સુધી પહોંચે તો શું કરવું એના માટે તેણે યુટ્યૂબ પર કેટલાંક વિડીયો અને વેબ સિરીઝ જોઈ હતી. આખરે તેનો પ્લાન તો સફળ થઈ ગયો પણ હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *