બક્સરમાં BMP જવાન એ કરી આત્મહત્યા .કારણ વિષે પોલીસએ જણાવ્યું કે.

હાલમાં આત્મહત્યાના બનાવો બહુ જ વધુ પ્રણામ માં જોવા મળે છે લોકો નાની નાની બાબતોમાં   લઈને આવું પગલું ભરતા થયા છે .લોકોમાં સહન સકતી જોવા મળતી નથી હાલના સમયમાં આત્મહત્યાનું પ્રમાણ એટલું વધતું જોવા મળ્યું છે કે લોકો જીવનને મજાક ગણી ને આવા પગલા ભરતા થયા છે લોકો માં હવે સહનશક્તિ રહી નથી આવો જ કિસ્સો એક હાલમાં જોવા મળ્યો છે.

બક્સર જીલ્લાના ડુમરાવ માં આવેલું BMP – 4 પ્રશિક્ષણ કેન્દ્રમાં એક જવાને ફાસી લઈને આત્મહત્યા કરી હતી .જેના પછી પૂરા કેમ્પર્સ માં અફર તફરી થવા પામી હતી. સિપાહીઓ અને અધિકારીઓ દ્વારા જવાનને સરકારી હોસ્પીટલ ડુમરાવ માં લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ડોકટરો એ તેને  મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પોલીસ હાલમાં આત્મહત્યા નું કારણ જાણવામાં લાગી છે સાથે જ તેના રૂમમાં જોવામાં આવ્યું કે તેણે કોઈ સુસાઇડનોટ  તો નથી  રાખી ને  જવાનના મોબાઈલ ને પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

જેના લીધે આત્મહત્યાનું કારણ મળી સકે .પરિવાર જનોને સુચના આપ્યા પછી મૃતદેહ ને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવી છે. મળેલી જાણકારી અનુસાર , BMP જવાન નું નામ ભોલા પ્રજાપતિ છે. જેની ઉમર ૨૪ વર્ષ છે. તેના પિતા ઈશ્વરચંદ પ્રજાપતિ ગયા જીલ્લાના મુફ્સ્સિલ વિસ્તારમાં ખરવાનીયા ગામના નવાસી છે. તે સુપોલના BMP -12 માં કાર્યરત છે અને તે ટ્રેનીંગ માટે ડુમરાવ પ્રશિક્ષણ કેન્દ્ર માં ગયો હતો. તેના સાથીયોએ જણાવ્યું કે  તે પાછલા ૧૦ દિવસથી બહુ જ ઉદાસ જોવા મળ્યો હતો. રવિવારે સવારે કસરત કરયા બાદ તે બેરેક માં ગયો હતો.

થોડા સમય બાદ આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજાયો હતો. એના માટે જયારે તેના સાથી તેને બોલાવા ગયા તો જોયું કે તે ફાંસીના ફંદા માં લટકી રહ્યો છે. ત્યાર બાદ તેને ડુમરાવ ના હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો ત્યાં ડોકટરો એ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે મૃતકના પિતા નુ કહેવું છે કે દીકરો ૨૫ તારીખે ઘરે આવવાનો હતો અને તેના માટે તેણે થોડા પૈસા પણ માંગ્યા હતા પરન્તુ એ ક્યાં ખબર હતુ કે તેની આત્મહત્યાની ખબર જાણવા મળશે તેના પિતા નું માનવું છે કે તેની હત્યા થઇ છે.

તેના સાથી સિપાહી ઓ દ્વારા તેને  બહુ હેરાન કરવામાં આવતો એવું તેણે અગાઉ જણાવ્યું હતું  આ બાબતને ધ્યાનમાં રાખી આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે . SP નીરજ કુમાર સિંહ એ જણાવ્યું કે મૃતક બિહાર વિશેષ સુરક્ષા પોલીસ બળ નો સિપાહી હતો .જેનો બેંચ નંબર ૬૧૨ છે .કયા કારણો સર સિપાહી એ આ પગલું ભર્યુ તેના વિષે તપાસ શરુ છે .પરિવારના લોકો ને પણ આ ઘટના અંગે સુચના આપવામાં આવી છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *