ખેડામાં BSF જવાનની થઇ કરપીણ હત્યા ! થયું એવું કે ” જવાનની દીકરીનો વિડિઓ વાયરલ કરતા 7…
મિત્રો તમને જણાવીએ તો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રોતે આ મૃત્યુ અકસ્માતને લીધે ક્યાંતો ઘણી વખત કોઈ હત્યામાં વગેરે કિસ્સામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે હાલ એક તેવોજ હત્યાનો સનસની ખેલ સામે આવી રહ્યો છે જે જાણી તમે પણ ધ્રુજી ઉઠશો. આ હત્યામાં એક BSF જવાનનું મૃત્યુ થયું છે. આવો તમને વિગતે જણાવીએ.
હત્યાની આ ધ્રુજાવી દેતો ઘટના ખેડાના ચકલાસીના વનીપુરા ગામમાંથી સામે આવી રહી છે જ્યાં આવેલા સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા મહેસાણા ખાતે BSFના જવાન તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલાં તેમની બાજુમાં આવેલા વનીપુરા ગામના યુવક શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશ જાદવે BSFના જવાન મેલજીભાઈની દિકરીનો વિડીયો ઉતાર્યો હતો અને પછી વાયરલ કર્યો હતો. આ વાતની જાણ BSFના જવાન મેલજીભાઈને થઈ હતી. જે બાદ મેલજીભાઈ, તેમની પત્ની, પુત્રો અને ભત્રીજો તમામ લોકો શૈલેષના ઘરે ગયા હતા. ઘરે જઈને મેલજીભાઈએ દીકરીનો વિડીયો વાયરલ કરવાની બાબતે ઠપકો આપ્યો હતો. જે બાદ યુવકના પરિવારના લોકો ઉશ્કેરાઈ ગયા હતા.
આમ થોડીવારમાં આ મુદ્દે મોટો ઝઘડો થયો હતો. ત્યારે યુવકના પરિવારના લોકોએ તિક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મેલજીભાઈ અને તેમના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મેલજીભાઈને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, તેમના દીકરાને ગંભીર ઈજાઓ હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ હુમલા બાદ હુમલાખરો ફરાર થઈ ગયા હતા. યુવકના પરિવારના સભ્યોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને BSFના જવાનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આમ આ બનાવની જાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. BSFના જવાનની હત્યાની જાણ થતા તેમના મિત્ર વર્તુળમાં પણ શોક જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરીને તેમના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. અ પછી રવિવારે BSFના જવાનના મૃતદેહને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. મહત્વનું છે કે, BSFના જવાનને ત્રણ દીકરા અને એક દીકરી છે. હત્યા થતા ત્રણ દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારે ચકલાસી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો