અમદાવાદથી વડોદરા જઈ રહેલ કાર ટ્રક સાથે ધડાકેભેર અથડાતા થયો ગંભીર અકસ્માત ત્રણના ઘટના સ્થળેજ મોત જયારે અન્ય બે…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે ઘણી વખત કોઈ નાની ભૂલ કે બેદરકારીને લીધે પણ ગંભીર અકસ્માત થતું હોઈ છે. જેમાં વ્યક્તિનું મોત નીપજે છે. હાલ એક તેવોજ ગંભીર અકસ્માત સામેં આવી રહ્યો છે.

આ ઘટના આણંદ આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવાર સવારના રોજ બની હતી. જ્યાં પુરપાટ ઝડપે જતી આ કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવકના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જેમાં એક યુવકનો આજે જન્મદિવસ હતો. જેથી જન્મદિવસથી ઉજવણી કરી આ યુવકો અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. આ ઘટનાના પગલે ખંભોળજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, તે પહેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. જે પોલીસે ક્લીયર કરાવ્યો હતો.

વાત કરીએ તો અમદાવાદમાં રહેતા અમન પ્રતાપસિંહ નરવાણ (ઉ.વ.17), માર્ક ક્રિશ્ચિયન (ઉ.વ.19), ધ્રુમિલ સમીરભાઈ બારોટ (ઉ.વ.20), મંથન દવે, અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો કાર નં.જીજે 18 બીએફ 8813 લઇને અમદાવાદથી વડોદરા જઇ રહ્યાં હતાં. તેઓ એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યા હતા, ત્યારે વ્હેરાખાડી પાસે આગળ જતી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. અને આ ગંભીર અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતાં. જયારે અન્ય બે ને સરવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં કરૂણતાં એ છે કે, અમન નરવાણનો આજે જન્મ દિવસ હોવાથી તે ઘરે ઉજવણી કરી કેક કાપીને નિકળ્યો હતો. પરંતુ તેનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ત્રણેય યુવકના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને શોક મગ્ન વાતાવરણ સર્જાયું હતું. તેમજ આ અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયાં હતાં અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. બીજી તરફ ખંભોળજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતાં ક્લીયર કરાવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ખંભોળજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.