પુરષો માટે ચેતવણીરુપ કિસ્સો! લગ્ન બાદ દુલ્હને એવો કાંડ કર્યો કે યુવક ના પગ નીચેથી જમીન સરકી ગઈ…

હાલ દેશમાં ચોરી, લુંટફાટ, મારામારી અને હત્યા જેવા ઘણા મામલાઓ સામા આવી રહ્યા છે છેલ્લા થોડાક મહિનાથી ચોરીના કિસ્સાઓ ખુબજ જોવા મળી રહ્યા છે તેમાં હાલ એક ચોકાવનારો ચોરીનો કિસ્સો સામો આવી રહ્યો છે જેમાં એક લૂંટેરી દુલ્હન લગ્નના 1 મહિના બાદ થઇ ગઈ ગાયબ. અને લાખો રૂપિયા પાણીમાં. હાલ છેલ્લા ઘનબા સમય થી લૂંટેરી દુલ્હનના કિસ્સા અવારનવાર બનતા હોય છે. જેઓ પૈસાની માંગણી કરીને છોકરીઓને દુલ્હન તરીકે મોકલતા હોય છે. જેમાં મોટો ભાગ દલાલો ભજવતા હોય છે. અને તેના ભોગ ભોળા દેખાતા પરિવાર બની ચુક્યા છે. તેવીજ રીતે હાલ આ મામલો સામે આવી રહ્યો છે આવો તમને આ દુલ્હન અને તેના કાવતરા વિષે વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો લૂંટેરી દુલ્હનનો આ કિસ્સો કલોલ માંથી સામે આવી રહ્યો છે જ્યાં ઈસંડ ગામમાં રહેતા બ્રાહ્મણ પરિવારનો દીકરો લગ્ન ઈચ્છુક હોવાથી પરિવાર દીકરીની શોધમાં હતો. જેથી છત્રાલ ગામમાં રહેતા ગોરધન પ્રજાપતિ જેઓને પરિવાર દોઢેક વર્ષથી જાણતો હતો. જેથી દીકરા માટે વહુ શોધવા માટે ગોરધન પ્રજાપતિને જણાવ્યું હતું. ગોરધન પ્રજાપતિએ પણ આવી રીતે બે-ત્રણ જણને લગ્ન માટે દીકરીઓ લાવી આપવી હોવાથી એવી જાણ બ્રાહ્મણ પરિવારને હતી. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જો તમને જણાવીએ તો દલાલે બ્રાહ્મણ પરિવારનું ઘર જોયા બાદ ગોરધનભાઈ પ્રજાપતિ દીકરી લાવી આપવા માટે રાજી થઈ ગયા. જે બાબતને લઈને ગોરધનભાઈએ દીકરી શોધી પણ આપી. દીકરી જોવા માટે જવાનું છે એમ કહી ગોરધનભાઈ પ્રજાપતિ અમદાવાદમાં નરોડા બ્રાહ્મણ પરિવારના સભ્યોને લઈને વીમુબેન રાજેશભાઈ રાજાનાં ત્યાં પહોંચ્યા હતા. દીકરી જોયા બાદ બ્રાહ્મણ પરિવારને દીકરી ગમી જતા તેઓએ હા પાડી દીધી. જેથી દલાલ ગોરધન પ્રજાપતિએ દીકરી સાથે લગ્ન કરવા પેટેના 1.5 લાખ રૂપિયાની અવેજ રકમની માંગણી કરી. જે બાબતે બ્રાહ્મણ પરિવાર પણ તૈયાર થઈ ગયો અને દલાલ એટલે કે ગોરધનભાઈ ને રૂપિયા આપી દીધા હતા.

આમ આ સાથે વાત કરીએ તો બ્રાહ્મણ પરિવાર જે છોકરીને જોવા ગયો હતો તેનું નામ સાધના છે. તેમજ જે બાદ દલાલ ગોરધનભાઈ સાથે નક્કી થયેલા 1,50,000માંથી ટોકન રૂપિયા એટલેકે બાના પેટે 30,000 રૂપિયા પણ વીમુબેન રાજેશભાઈ રાજાના હાથમાં આપવામાં આવ્યા હતા. પૈસા આપ્યા બાદ લગ્નની તારીખ 20/11/2022 પણ નક્કી કરવામાં આવી. લગ્નની તારીખ નક્કી કર્યા બાદ લગ્ન માટે કલોલ કોર્ટમાં તમામ દલાલો તેમજ છોકરી સાધના હાજર હતા. તે સમય દરમિયાન વકીલે લૂંટેરી દુલ્હનના ડોક્યુમેન્ટ પેટે આધાર કાર્ડ માંગ્યું. જે આધાર કાર્ડ લૂંટેરી દુલ્હન પાસે હતું નહીં.

આમ જેના કારણે વકીલે કોર્ટ મેરેજ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ વકીલની સમજૂતી પછી રૂ. 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ કરવામાં આવ્યું. જે સોગંદનામાં કરવા માટે બાકીના પૈસા આપી દો એમ કહી 1,20,000 રૂપિયા આપ્યા બાદ તમામ દલાલો પોતાની સહી સાથે સોગંદનામુ કરી આપ્યું હતું. આમ જે બાદ બ્રાહ્મણ પરિવારે રિતી રિવાજથી કલોલ ગામે મહાકાળી મંદિરમાં લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ આશરે એકાદ માસ લૂંટેરી દુલ્હન સાધના ઘરમાં તમામ સભ્યો સાથે સારી રીતે રહેતી હતી. તેમજ પછી થયું એવું કે વીમુબેન રાજેશભાઈ રાજા બ્રાહ્મણ પરિવારના ઘરે ગયા હતા‌. ત્યાં જઈને તેમની સાધનાને પોતાના ઘરે લઈ જવા માટે કહેવા લાગ્યા. જેથી બ્રાહ્મણ પરિવારે તારીખ 18/12ના રોજ સાધનાને વીમુબેન સાથે મોકલી આપી હતી. સાધના જતા જતા ભેટે પડીને સાસુને રોઈ ગઈ હતી અને જતા જતા એટલું કહીં ગઈ હતી કે, હું અઠવાડિયું નહીં પણ ચાર જ દિવસમાં પાછી આવી જઈશ. મમ્મી મને તમારા વગર નથી ફાવતું.

આમ ચાર દિવસમાં જ પાછી આવી જયસ એવું કહી લૂંટેરી દુલ્હન પરત ફરી નો હતી. તેમજ તેઓ બધાએ પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. આમ ત્યારબાદ અચાનક જ તારીખ 2/1/2023ના રોજ સાધનાનો ફોન ભોગ બનેલા પતિ ઉપર આવ્યો અને સાધના લૂંટેરી દુલ્હનને જણાવ્યું કે, તમે મને લેવા માટે નરોડા ખાતે વીમુબેનના ઘરે આવી જાવ. જેથી બ્રાહ્મણ પરિવારનો દીકરો તેમજ દીકરી તેમજ મમ્મી એમ બધા સભ્યો ભેગા મળીને નરોડા ખાતે રહેતા વીમુબેનના ઘરે ગયા હતા. તો ત્યાં સાધના હાજર ન હતી. ત્યાં રમીલાબેન કરીને કોઈ હાજર હતા. તેમને બ્રાહ્મણ પરિવારે પૂછ્યું કે, સાધના ક્યાં ગઈ છે?. તો તેણીએ જણાવ્યું કે, સાધના ક્યાં છે તેની મને કોઈ જાણ નથી. આમ જે બાદ બ્રાહ્મણ પરિવારે દલાલ સાતેહ વાત કરતા કહ્યું કે, સાધનાના અવેજ પેટે જે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેની માંગણી કરતા ગોરધનભાઈ પ્રજાપતિએ પૈસા હવે નહીં મળે તેમ કહી દલાલો તેમજ લૂંટેરી દુલ્હન ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બ્રાહ્મણ પરિવારે આ તમામ દલાલો તેમજ લૂંટેરી દુલ્હન સાધના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવાનું સામે આવ્યું છે. ત્યારે કલોલ તાલુકા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આવી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ હાલ છેલ્લા ઘણા સમયથી ખુબજ વધી રહયા છે. તેવામાં આ નવો કિસ્સો સામે આવ્યી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *