વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! ચોકલેટ ખાધા બાદ માસુમ નો જીવ વયો ગયો…. જાણો વિગતે…

આપણે રોજ અનેકો નાના માસૂમ બાળકોના કિસ્સા જોતા હોય છે જેમાં નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવાનો સંદેશ મલતો હોય છે જે આપને આપના જીવનમાં ઉપયોગ કરી આવા કિસ્સા નો ભોગ બનતા બચવાનું હોય છે. નાના બાળકોના વાલીઓની બેદરકારીને કારણે ઘણીવાર તેઓ પોતાના જાનથી વહાલા બાળકોના જીવ તેઓની જ આંખો સામે ગુમાવતા હોય છે.હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માસૂમ નાની બાળકી નું ચોકલેટ ખાવાથી મૃત્યું થયું હતું.

કર્ણાટક ના ઉડડુંપી જિલ્લામાં બુધવાર એક નાની બાળકી ચોકલેટ રેપર સાથે ખાઈ જતા તેનું દુઃખદ અવસાન થયું હતું. જણાઈ રહ્યું છે કે બાળકી ના ગળામાં ચોકલેટ ફસાઈ જતા આ મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટના ત્યારે થઈ હતી જ્યારે બાળકી પોતાનાં ઘરેથી સ્કૂલે જવા નીકળવાની હતી. સ્કૂલની બસ પાસે પણ પહોચી ગઈ હતી. પોલીસે
આપેલી માહિતી અનુસાર આ બાળકી નું નામ સામનવી પૂજારી છે.સામનવી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતી હતી.

સામનવી બુધવારે સવારે સ્કૂલ જવા માટે રાજી નહોતી. તેણે સ્કૂલે જવાનું મન નહોતું આથી માતા પિતા અને પરિવારના લોકો તેને મનાવી રહ્યા હતા. માતા સુપ્રિતા પુજારીએ સામનવી ને મનાવવા માટે એક ચોકલેટ આપી જેથી તે સ્કૂલે જવા માની જાય. આ વચ્ચે સ્કૂલ બસ પણ આવી ગઈ.જેને જોઈને સામનવી એ ચોકલેટ નું રેપર કાઢ્યા વિના જ ઉતાવળમાં ચોકલેટ મોમાં મૂકી દીધી. હજુ તે બસ માં અંદર જાય તે પહેલાં જ બસના દરવાજા પાસે શ્વાસ રુંધવાના કારણે બેભાન થઈ ગઈ. બેભાન સામનવી ને હોશમાં લાવવા પરિવારના લોકો અને બસના ડ્રાઈવરે અનેક પ્રયત્નો કર્યા. પરંતુ તે હોશમાં આવી નહિ.

આથી પરિવારના લોકો તેને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા.જ્યાં ડોક્ટરો એ તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી.આમ દીકરીનું અકારણ મૃત્યુ થવાથી પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો.અને સ્કૂલમાં પણ સમનવી ની આમ અકારણ મૃત્યુ થી રજા જાહેર કરવામાં આવી હતી.અને નાના બાળકો ના વાલીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો ગણાવી શકાય છે. જેના પર દરેક વાલીઓ એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી ગણાય છે.ઘટનાની તપાસ કરતી બૈદુર પોલીસનું કહેવું છે કે પોસ્ટમૉટમ રીપોર્ટ આવ્યા પછી જ ખબર પડે કે મોતનું સાચું કારણ શું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *