સુરત ના ચાવડા પરીવાર લગ્ન કંકોત્રી મા એવુ લખાણ લખાવ્યુ કે લોકો વખાણ કરતા થાકી ગયા…જુઓ શુ છે
દરેક વ્યક્તિ લગ્ન કરે છે, પરંતુ દરેકના લગ્ન ચર્ચાનો વિષય નથી બનતા. માત્ર એવા લોકોના લગ્ન ચર્ચામાં આવે છે, જેઓ કાં તો અમીર હોય કે સેલિબ્રિટી. આવી સ્થિતિમાં, સામાન્ય લોકો તેમના લગ્નને પ્રખ્યાત કરવા માટે કંઈ કરતા નથી. કેટલાક લોકો પોતાના લગ્નમાં પૈસા ખર્ચીને લાઈમલાઈટમાં આવવાની કોશિશ કરે છે તો કેટલાક લોકો ખાસ જગ્યાએ લગ્ન કરીને દુનિયાની નજરમાં આવવા ઈચ્છે છે પરંતુ આજકાલ ચર્ચામાં આવવાની બીજી રીત ખૂબ જ પ્રચલિત છે અને તે છે લગ્નનું કંકોત્રી છે. લોકો પોતાના લગ્નની કંકોત્રી અનોખી રીતે પ્રિન્ટ કરાવી રહ્યા છે. આજકાલ આવીજ એક કંકોત્રી ખુબજ ચર્ચાનો વિષય બનિ છે આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ કંકોત્રીનો કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં રહેતા ચાવડા પરિવારના પુત્ર કરણચાવડાના લગ્ન શિવાંગી ચાંપાનેરિયા સાથે નક્કી થયા છે અને ૮ ડિસેમ્બર ના રોજ તેમના લગ્ન થવા જઈ રહ્યા છે. જોકે આ યુગલે લગ્ન પ્રસંગની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ બતાવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન અનેક નવી કંકોત્રી ની થીમ આપણને જોવા મળતી હોય છે. પરંતુ આ દરેક બાબતોથી અલગ આ યુગલ એ પોતાની કંકોત્રીમાં સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, અને અન્ય સ્વતંત્ર સેનાનીઓના ફોટા અને સ્થાન આપ્યું છે. જે એક ખુબજ માન સંમાન આપતી બાબત છે.
તમને જણાવીએ તો આ કંકોત્રી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર તૈયાર કરવામાં આવી છે આ પરિવારે અનોખી કંકોત્રી બનાવીને રાષ્ટ્રપ્રેમ બતાવ્યો છે લોકો લગ્નમાં ઘણા ખોટા ખર્ચાઓ કરતા હોઈ છે પ્રીવેડીંગ વગેરે પરંતુ આ યુગલો એ પ્રીવેડીંગ જેવું શૂટ નો ખર્ચ બચાવીને ડાંગના આદિવાસી બાળકોને ભોજન કરાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સમાજમાં પેશ કર્યું છે.
આ સાથે તમને વધુમાં જણાવીએ તો લગ્ન નક્કી થતાજ બંને યુગલોએ યુનિક કંકોત્રી પ્રી વેડિંગ શૂટ અને ડિઝાઇનર કપડા પાછળ લાખો રૂપિયા ખર્ચ નો કરી સુરતના આ યુગલે કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રી વેડિંગ ની જગ્યાએ બાળકોને ભોજન કરાવી લગ્નના પ્રસંગોની તૈયારી કરી છે. આમ આવા અનોખા લગ્ન તમે પહેલા ભાગ્યેજ જોયા હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો