એક દંપતી પોતાના માતા-પિતાને એવી રીતે તીર્થયાત્રા કરાવી રહ્યા છે જેવી એકસમયે શ્રવણ કુમારે કરી હતી… જુઓ તસવીરો

વાત કરીએ તો આજના સમયમાં અમુક લોકો એવા હોઈ છે જે પોતાના માતા પિતા કે જેણે તેમને ચાલતા શીખડાવ્યું હોઈ તેમનું ભરણ પોષણ કર્યું હોઈ અને જયારે સંતાનનો વારો આવે પોતાના વૃદ્ધ માતા પિતાને સાચવવાનો તો તેઓ તેમના માતા પિતાના વૃદ્ધાશ્રમમાઁ મુક્યાવતા હોઈ છે. જયારે હાલ એક એવી ઘટના સામી આવી છે કે જેને જોઈ તમને શ્રવણની યાદ આવી જશે. તેવાજ એક દંપતી શ્રાવણના મેળામાં પોતાના માતા-પિતાને એવી રીતે તીર્થયાત્રા કરાવી રહ્યા છે જેવી એકસમયે શ્રવણ કુમારે કરી હતી.

વાત કરીએ તો ચંદન કુમાર અને તેની પત્ની રાની દેવી માતા-પિતાને દેવધર લઇ જવા માટે શ્રવણ કુમાર બની ગયા છે. પોતાના માતા-પિતાને લઇને બાબાધામની યાત્રા પર નીકળ્યા છે. સુલ્તાનગંજથી જળ ભરીને બન્નેએ દેવધર માટે પ્રસ્થાન કર્યું છે. ચંદન કુમારે જણાવ્યું કે અમે દર મહિને સત્યનારાણય વ્રતની પૂજા કરીએ છીએ અને આ દરમિયાન મનમાં માતા-પિતાને બાબાધામની પગપાળા તીર્થ યાત્રા કરાવવાની ઇચ્છા થઇ હતી. જોકે માતા-પિતા વૃદ્ધ હોવાથી 105 કિલોમીટરની લાંબી યાત્રા પગપાળા કરવી સંભવ ન હતી. આ વાત મારી પત્ની રાની દેવીને જણાવી હતી તો તેણે પણ આમાં ભાગદારી આપવાની વાત કરી હતી.

આમ બિહારના જહાનાબાદમાં રહેતા ચંદને જણાવ્યું કે આ પછી મેં નિર્ણય કર્યો કે માતા-પિતાની અમે બહંગીમાં બેસાડીને પોતાના ખભાના બળે યાત્રાની સફળ બનાવીશું. આ દરમિયાન મેં એક મજબૂત પાલખી બનાવી હતી. રવિવારે સુલ્તાનગંજથી જળ ભરીને પાલખીમાં આગળ પિતા અને પાછળ માતાજીને બેસાડી યાત્રા શરુ કરી હતી તેમજ પાલખનીના આગળના ભાગને આ વૃદ્ધ દંપત્તીના પુત્રએ પોતાના ખભા પર લીધો છે. જ્યારે તેની પત્ની રાની દેવી પાછળથી સહારો આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ લાંબી યાત્રા છે તેમાં સમય લાગશે પણ અમે આ યાત્રાને અવશ્ય સફળ બનાવીશું. ચંદનની પત્નીએ જણાવ્યું કે પતિના મનમાં ઇચ્છા થઇ તો મને પણ આવા સારા કામમાં ભાગીદાર બનવાનું મન થયું હતું. અમે ખુશ છીએ કે પોતાના સાસુ-સસરાને બાબાધામની યાત્રા કરાવવા નીકળ્યા છીએ. લોકો પણ અમને હિંમત આપી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે.

આમ ચંદનની માતાએ જણાવ્યું કે અમે તો આશીર્વાદ જ આપી શકીએ છીએ. ભગવાનને પ્રાર્થના છે કે મારા પુત્રને સબળ બનાવે. હાલના સમયમાં જ્યારે લોકો પોતાના માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકે છે ત્યારે એક પુત્ર અને વહુ શ્રવણ કુમાર બનીને માતા-પિતાને ખભા પર બેસાડી 105 કિલોમીટરની યાત્રા કરવી સાચે જ અકલ્પનીય છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.