વૃદ્ધાશ્રમમાં 60 વર્ષની ઉંમરે એક કપલના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં, મિત્રએ આપેલું આ ખાસ વચન કઈંક આવી રીતે કર્યું પૂરું… વાંચો વિગતે
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે કેરલના એક વૃદ્ધાશ્રમમાં 60 વર્ષની ઉંમરે એક કપલના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. બન્નેને વૃદ્ધાશ્રમમાં એકસાથે રહેતા હતા ત્યારે પ્રેમ થયો હતો. આવો તમને વિસ્તારમાં જણાવીએ.
વાત કરીએ તો આ પ્રેમ કહાનિનો કિસ્સો કેરલ માંથી સામે આવી રહ્યો છે. આ લગ્નમાં 67 વર્ષના કોચનિયાન મેનન અને 66 વર્ષના પીવી લક્ષ્મી અમ્માલના લગ્નમાં રાજ્યના કૃષિમંત્રી વીએસ સુનિલ કુમારે પણ હાજરી આપી હતી. તેમણે મેનનને લગ્નમાં અમલનો સાથ આપવાની ઓફર કરી હતી. વૃદ્ધાશ્રમમાં આ રાજ્યના પહેલાં લગ્ન છે. આ લગ્નની ચર્ચા રાજ્ય સહિત દેશમાં થઈ રહી છે
વાત કરીએ તો મેનન અને અમ્માલ એકબીજાને 30 વર્ષથી ઓળખતાં હતાં. લગભગ 21 વર્ષ પહેલા અમ્માલના પતિનું નિધન થયું હતું. વૃદ્ધ મહિલાના પતિએ પોતાના મિત્ર મેનનને તેની પત્નીની સંભાળ રાખવા માટે કહ્યું હતું ત્યાર બાદ આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મિત્રના નિધન બાદ મેનન સતત તેની પત્નીની સંભાળ રાખવા અનેક વાર તેના ઘરે જતો હતો.
અમ્માલે કહ્યું હતું કે, જ્યારે પણ મને કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે હું મેનનને જ કહેતી હતી. તે હંમેશા મારી મદદ કરવા તૈયાર રહેતા હતા. મેં મારું ઘર વેચી માર્યું ત્યાર બાદ હું મારા સંબંધીના ઘરે રહેવા જતી રહી હતી. મેનન સતત મહિલાની મદદ કરતાં હતાં પરંતુ થોડા વર્ષ પહેલા તેમને રામપરમપુરમ વૃદ્ધાશ્રમ જવું પડ્યું હતું. મહિલા વૃદ્ધાશ્રમમાં એક વર્ષથી રહેતી હતી ત્યાર બાદ બે મહિના બાદ મેનન પણ તે જ વૃદ્ધાશ્રમમાં રહેવા જતો રહ્યો હતો અને બંન્નેએ પોતાની જિંદગી પતિ-પત્ની બનીને જીવવાનું નક્કી કર્યું હતું.
આમ વૃદ્ધાશ્રમના સુપરિટેન્ટેડેન્ટ વી જી જયાકુમારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, વૃદ્ધાશ્રમમાં અનેક લોકોને મહિને, વર્ષે સંબંધીઓ મળવા આવે છે. કેટલાંકને તો કોઈ મળવા પણ આવતુ નથી. તેઓ વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો સાથે એકલવાયુ જીવન પસાર કરે છે. જો આવામાં કોઈને સાથી મળી જાય તો તે ખુશીની વાત છે અને જીવન સરળતાથી પસાર થઈ જાય