ખતરનાક કિંગ કોબ્રા રસોડામાં સંતાઈને બેઠો! તેને બહાર કાઢવા જેવો હાથ લંબાવ્યો કે થયું એવું કે…જુવો વીડિયો

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે આથી વાતાવરણ ઠંડું થઈ જાય છે અને જીવજંતુ આ ઋતુને પસંદ કરતા હોવાથી પોતાના દરો ની બહાર નીકળે છે .જેનાથી મનુષ્યમાં ભય સર્જાય છે ખાસ કરીને આવા જીવજંતુઓ ગામડામાં વધારે જોવા મળે છે.જે ઘરોની અંદર સંતાઈ જાય છે.આવા જીવજંતુ માં સામાન્ય રીતે સાપ, વિચ્છી વધારે જોવા મળે છે.અને તેઓને ઘરમાંથી કઢવા માટે જો હાથ લગાડવામાં આવે તો તેઓ ડંખ મારી વ્યક્તિનો જીવ પણ લઈ સકે છે.હલ આવા સાપ નો એવો વીડિયો સામે આવ્યો છે કે જે જોનાર લોકોના હોશ ઉડી જાય છે.વીડિયોમાં એક ઘરમાં રસોડાની અંદર કોબ્રા સાપ છૂપાઈને બેઠો છે.જી હા કોબ્રા એટલે તેને તો સાપનો કિંગ માનવામાં આવે છે.

આ મોનોકલીડ કોબ્રા ઘરના રસોડામાં ગેસના બાટલાની પાછળ છુપાઈને બેઠો જોવા મળ્યો જ્યારે લોકોને આ વાત ની જાણ થઈ તો તેઓએ તરત જ સનેક કેચરને ફોન કરી બોલાવ્યા હતા.જે વ્યક્તિએ ખૂબ જ સાવચેતી પૂર્વક સાપને પકડી લીધો હતો.તમને જણાવી દઈએ કે ચંદ્ર નાગ બહુંજ ઝેરી સાપ છે જે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે.આ સાપ સામાન્ય રીતે દર, ટેકરા, ગુફાઓ, તિરાડો અથવા લાકડાના ભોગની વચ્ચે સંતાઈ જાય છે.આ ખતરનાક અને જીવલેણ સાપ ભારત, ચીન, વિયેતનામ, ભૂતાન મ્યાનમાર, નેપાળ, મલેશિયા માં જોવા મળે છે.

આ વીડિયો ૧૦ મિનિટ નો છે જેમાં સાપ પકડનાર વ્યક્તિ કઈ રીતે પોતાની જાનને જોખમે મૂકી સાપને પકડી લે છે.સાપ પકડનાર વ્યક્તિ જેમ રસોડામાં પ્રવેશ કરી ને ગેસના બાટલા ને દુર કરે છે કે તરત જ ત્યાં ચંદ્ર નાગ છૂપાયેલો જોવા મળે છે.સાપ પકડનાર વ્યક્તિ તેના સાધન વળે જેમ જેમ સાપને કાબૂમાં લેવા જાય છે તેમ તેમ સાપ પણ ક્રોધ માં આવી જાય છે અને ફૂફડા મારવા લાગે છે.તેના આ ભયાનક ફેણ નો અવાજ કરે છે અને હુમલાના મૂડમાં આવી જાય છે.

સાપ પકડવા આવેલા વ્યક્તિ પાછળ હટતો નથી અને આમ કરવાથી સાપ ત્યાંથી નીકળી વાસણ પાછલ જઈ બેસે છે.ત્યાં વધારે થોડી મહેનત કર્યા પછી વ્યક્તિ અંતમાં સાપને કાબૂમાં લઈ લે છે.અને તે જેરી સાપને પકડી લે છે.અને તેને પ્લાસ્ટિકના બોટલમાં ભરી લે છે.આ વીડિયો મિર્ઝા એમડી ખારીફ નામના વ્યક્તિએ યુટ્યુબ ઉપર શેર કર્યો છે.જેના કેપષન માં લખ્યું છે કે આ મામલો ઓડિસાના ભદ્રક શહેરનો છે.જ્યાં એક નાનકડા રસોડામાં ખૂબ જ આક્રમક ઝેરી સાપ છૂપાયેલો જોવા મળ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.