ગુજરાત ના નાના એવા ગામ ની દીકરી બની DYSP એ પણ 25 વર્ષ ની ઉમરે , પિતા પણ…

આ દુનિયામાં લોકો પોતાની ઈચ્છા અને સપના પુરા કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરતા હોઈ છે કારણ કે મહેનત અને પરિશ્રમ વગર તમને સફળતા નથી મળતી સફળતાનો સ્વાદ ચાખવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. તેવીજ રીતે અહ્યા એક નાની ઉમર ની દીકરિ જે ૨૫ વર્ષીય છે જેની ખુબજ મહેનત અને સંઘર્ષ કરી આજે પોતાનું નામ બનાવી માતા પિતાનું નામ રોશન કર્યું છે.

સાબરકાંઠા જીલ્લાનાં એક નાનકડા ગામડાની એક યુવતી જેને પોતાના સપના સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરીને મનીષાબેન દેસાઈ હાલ ૨૫ વર્ષની ઉમરે DYSP બન્યા છે તેમની આ સફળતા જોઈ એમના પિતાની છાતી ગજગજ ફૂલી છે. જ્યારે ગામના બીજા લોકો અને સમાજ ને પણ મનીષાબેન ઉપર ગર્વ થઇ રહ્યો છે. અને લોકો તેને ખુબજ અભિનંદન પાઠવી રહ્યા છે.

મનીષાબેન દેસાઈ નાં પિતાની વાત કરીએ તો તેમના પિતા પણ બળદેવભાઈ દેસાઈ પોલીસમાં છે તેઓ પોલીસ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવી અને પોલીસે ઇન્સ્પેકટરની ક્ક્ષા સુધી પહોચ્યા હતા. અને દીકરી પોતે DYSP બની છે જે જોઈ પિતાને તેના પર ખુબજ ગર્વ થઇ રહ્યો છે. તેમજ મનીષાબેન માટે પણ આ પદવી મેળવવી સહેલુ નો હતું તેમણે ઘણી મહેનત કરી હતી અને ૨૨ વર્ષે સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરીને જીપીએસસી ની તૈયારી કરવાની શરુ કરી.

આમ ત્યાર બાદ મનીષાબેન ધ્યેય, નિશ્ચિત, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતનાં પરિણામે હવે ત્રીજીવાર આપેલી જીપીએસસીની પરિક્ષા પણ તેમણે પાસ કરી અને ૨૫ વર્ષની ઉમરે DYSP બની ગયા, અને તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. પોલીસ બનવાનું સપનું મનીષાબેનને નાંનપણ થીજ હતું. અને આજે ખુબજ મહેનત અને સંઘર્ષ બાદ તેમણે તેમનું સપનું સાકાર કર્યુ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *