રાજકોટમાં ધોરણ 8માં ભણતી દીકરીને એવું મૃત્યુ મળ્યું કે જાણી હદય કંપી ઉઠશે ! ફક્ત આટલી ઉંમરમાં આવી તકલીફથી મોત….
આ દુનિયામાં ક્યા વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત કાળ બીને આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યામાં વ્યક્તિનું કમકમાટી ભર્યું થતું હોઈ છે. તેવામાં હાલ એક ખ્બ્જ ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ધોરણ ૮માં ભયાસ કરતી સગીર છોકરનું દુઃખદ મોત થયું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ અને હકીકત શું છે તેનાથી તમને રૂબરૂ કરાવ્યે.
જો વાત કરવામાં આવે તો મોતની આ ચોકાવનારી અને ધ્રુજાવી દેતી ઘટના રાજકોટ શહેરના ગોંડલ રોડ પરથી સામે આવી રહી છે. આ ઘટના વિદ્યાર્થીની સાથે સ્કુલ માજ બની હતી. વિગતે તમને આ ઘટના જણાવીએ તો થયું એવુ કે ઢેબર રોડ ગોપાલનગર શેરી. 4માં રહેતી 16 વર્ષીય રીયા કિરણભાઈ સાગર ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. તેણી વહેલી સવારે 7.10 વાગ્યે ઘરેથી સ્કૂલે ગઇ હતી. જે પછી 9.30 વાગ્યે પ્રાર્થના પૂર્ણ કર્યા બાદ ક્લાસમાં જતાની સાથે જ તેને અચાનક ખેંચ એટલે કે તેના અખા શરીરને આંચકા આવવા લાગ્યા હતા. અને જે બાદ તેણીને છાતીમાં દુઃખાવો થતા તે ક્લાસમાં જ બેભાન થઇ ગઇ હતી.
તેમજ ત્યાર પછી તાત્કાલિક ક્લાસ ટીચરે સૌ પ્રથમ 108ને જાણ કરી હતી, પરંતુ તે મોડી પડતા બેભાન રીયાને સ્કૂલ વાનમાં જ દોશી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ દોશી હોસ્પિટલથી રીયાને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને તેણીનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આંચકી ઉપડ્યા બાદ છાતીમાં દુઃખાવો થવાના કારણે બાળકીનું મૃત્યુ થયાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ બહાર આવ્યું છે. તેમ છતાં આ ઘટનાને પગલે વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.