ભાવનગર શહેરમાં બંદર રોડપર ડમ્પર ટ્રકે પૂર ઝડપે આવી બાઈક સાવરને અડફેટે લેતા મજુરનું થયું કમકમાટી ભર્યું મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના ભાવનગર શહેરના બંદર રોડપરથી સામી આવી રહી છે જ્યાં રૂવાપરી રોડપર રહેતો એક શ્રમજીવી યુવાન પોતાના ઘરેથી બાઈક લઈ મજુરી કામ અર્થે જઈ રહ્યો હતો તે વેળાએ બંદર રોડપર કાળમુખા ડમ્પરે શ્રમજીવી યુવાનને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

વાત કરીએ તો ઘરેથી બાઈક લઈ બાંધકામ સાઈટ પર મજૂરી એ જઈ રહ્યો હતો. ભાવનગર શહેરના રૂવાપરી રોડપર રહેતો અમિત કેતન પરમાર ઉ.વ.20 કડીયાકામની મજૂરી કરી પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે આજરોજ નિત્યક્રમ મુજબ યુવાન પોતાના ઘરેથી બાઈક લઈ બાંધકામ સાઈટ પર મજૂરીએ જઈ રહ્યો હતો તે વેળાએ નવાબંદર રોડપર મામા દેવના ઓટલા પાસે પુરઝડપે આવી રહેલ ડમ્પર ટ્રક નં-જી-જે-04-એક્સ-6041ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આમ આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો આ બનાવની જાણ સી-ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં મોકલી નાસી છુટેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *