મોરબીમાં ફેકટરીના સંચાલક એ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, આ પાછળ નું કારણ જાણી તમારી આંખો ફાટી જશે…થયું એવું કે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ આત્મહત્યાના અનેક બનાવો જોવા મળે છે જેમાં લોકો ને થોડી પણ જો જીવનમાં મુશ્કેલી પડી જાય તો તેઓ તે રસ્તા ને પર કરવાના બદલે હાર માનીને તેઓ જીવનથી દૂર જવાનું પગલું ભરી બેસતા હોય છે .હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મોરબીના વ્યક્તિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના દેવડીયા ગામના નિવાસી એ ધંધામાં આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે અને તેમાં નુકશાની પહોંચી હોવાથી જીનીગ ફેકટરી ના સંચાલક એ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.આથી ગામમા શોકનો માહોલ જોવા મળ્યો હતો અને પરિવારમાં શાંતિ પ્રસરી ગઈ હતી.અને આ અંગે ટંકારા ના પોલિસ સ્ટેશન પર આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ અધિકારી વસંત વાધરે ના જણાવ્યા પ્રમાણે દેવડીયા ગામમાં આવેલા જીનિગ ફેકટરી ના સંચાલક મયુરભાઈ હરિભાઈ ભાલોડિયા એ આ આપઘાત તેમની ફેકટરીમાં જ કર્યો હતો.

અને જ્યારે આ અંગેની જાણ ટંકારા પોલીસ સ્ટેશનને થઈ તો તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.ટંકારા પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મયુરભાઇ લગ્ન ૪ વર્ષ પહેલા થયા હતા અને તેમના ઘરે ૧૦ મહિનાનું બાળક પણ છે.તેમનું આમ અચાનક આવું પગલું ભરતા ઘરના તમામ લોકો માં શોકનો માહોલ જોવા મળ્યો હતો અને પરિવાર ભાંગી પડ્યું હતું.આ અંગે વધુમાં જાણવાં મળ્યું હતું કે મયુરભાઇ ને ધંધામાં ૨ કરોડની ખોટ આવી હતી.અને સાથે બેંકમાં ઓડિટ પણ થવાનું હતું આથી તેઓ હાલમાં બહુ જ ચિંતામાં જોવા મળતા હતા.

અને ઘરમાં આમ પૈસાની તંગી ઊભી થતાં અને કરોડોનું નુકશાન થવાથી તેઓ મનમાં મૂંઝાતા હોય એમ લાગ્યું હતું.આમ તેઓ મંગળવારે જ્યારે ફેકટરી પર ગયા તો પાછા આવ્યા નહિ.આથી પરિવારના લોકોને ચિંતા થવા લાગી અને તેઓએ તેમની શોધખોળ કરવા લાગ્યા.જ્યાં તેમની ફેકટરીની અંદર તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો.આમ પોલીસને જાણ થઈ કે આર્થીક તંગીના કારણે મયુરભાઇ એ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે પોલીસે CRPC કલમ ૧૭૪ નો ગુન્હો નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.