જૂનાગઢના દાત્રાણા ગામના ખેડૂત પાસે આઝાદી પહેલા નો ખજાનો ? જાણો શુ શુ છે તેમની પાસે….

ખજાનોનું નામ પડતાની સાથે જ સૌ કોઈને નમમાં અનેક પ્રકારના વિચારો આવી જાય છે.આમ આજના સમયમાં ક્યાં ખજાનો જોવા મળે છે ખરો,? તો આ વાત હકીકતને તબદીલ કરી છે સૌરાષ્ટ્રનાં એક ખેડૂતે! ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, હાલમાં જ જાણવા મળ્યું છે કે,જૂનાગઢના દાત્રાણા ગામના ખેડૂત પાસે આઝાદી પહેલા નો ખજાનો છે! આજે અમે આપને જણાવશું કે આ વ્યક્તિ પાસે ખજાનામાં શું શું શુ છે તેમની પાસે….

હાલમાં જ દિવ્યભાસ્કર દ્વારા મળેલ અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણાના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાને વર્ષો જુના ચલણ સંગ્રહ કરી રાખ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ચલણ આઝાદી પહેલાનું છે જેમાં ચલણી સિક્કાઓ તથા જૂદા-જૂદા દેશોનું ચલણ અને સિકકાઓનો સંગ્રહ કર્યો છે. આ સંગ્રહ કરવાનો હેતુ તેમનો શોખ સાથો સાથ બાળકો ઇતિહાસ જાણી શકશે અને ઇતિહાસની અમૂલ્ય ધરોરહને નિહાળી શકે અને એના વિશે જાણી શકે.

આપણો ઇતિહાસ જાણવા માટે જૂના સિક્કાઓ પણ મહત્વના છે. પહેલાના રાજાઓ પોતાના નામના સિક્કાઓ પણ બનાવડાવતા. આ સિકકાઓ જે તે સમયનો ઇતિહાસ જાણવા ઘણા ઉપયોગી થાય છે. ત્યારે આ પુરાનો ઇતિહાસ બાળકો સિક્કાઓ દ્વારા જાણી શકે તે માટે જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેડૂત નથુભાઇ એભાભાઇ પીઠીયાએ જૂના ચલણી સિક્કાઓ અને વિવિધ દેશનું ચલણ એકત્રિત કરી રાખ્યું છે.

ખેડૂત જણાવેલ કે, જૂના ચલણી સિક્કા અને વિવિધ દેશોનું ચલણ એકત્રિત કરેલ છે. તેઓ જૂના સિક્કા કે ચલણી નોટ ભારતીય રૂપિયા આપી ખરીદ્યા છે. વર્ષોથી આવી રીતે મે જૂના સિક્કા અને વિવિધ દેશની ચલણી નોટો એકત્રિત કરી રાખી છે. અત્યારે તેમની પાસે રાણી, સિક્કા, દોકડા, આઝાદી પહેલાના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા, સહિત વિવિધ દેશના ચલણી સિક્કા અને નોટનો સંગ્રહ છે.

આ સિક્કા અને નોટનો સંગ્રહ એટલા માટે કર્યો કે, આવનારી પેઢીના બાળકો પણ આપણા ઇતિહાસનો પૂરાવો જોઇ શકે તે આ સિક્કાનો સંગ્રહ કર્યો છે. ઘણીવાર સિક્કાઓનો સંગ્રહ જોવા માટે લોકો મારા ઘરે પણ આવે છે.ખરેખર તેઓ એ આ કાર્ય પોતાના શોખની સાથો સાથ દેશ વિદેશોના ઇતિહાસને જીવંત રાખવા માટે પણ કર્યો છે. એક રીતે જોઈએ તો આ કાર્ય ખૂબ જ ઉમદા અને શ્રેષ્ઠ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.