કોવિડ-19 મહામારી દરમિયાન બિહારના મજૂરોને ફ્લાઇટમાઁ ઘરે મોકલનાર ખેડૂતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. કે જે લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી આત્મહત્યા. આવો તમને વિગતે જણાવીએ.

આ આપઘાતની ઘટના દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ માંથી સામે આવી રહી છે જ્યાં પપ્પન સિંહ ગહલોતે મંગળવારે સાંજે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગે તેમને ઘટનાની સૂચના મળી. ગહલોતે એક આત્મહત્યા પણ છોડી છે. જેમાં તેમણે બીમારીને આત્મહત્યાનું કારણ ગણાવ્યું છે.

જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ મોકલી દેવાયો. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ કહેતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ મશરૂમની ખેતી કરનારા ખેડૂત પપ્પન સિંહ ગહલોત (55) મંગળવારે સાંજે લગભઘ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.

આમ પોલીસના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જે મુજબ તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી. તેમણે કહ્યું કે ગહલોતના પરિવારના સભ્યોએ કોઈ શંકા વ્યક્ત કરી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બીજેઆરએમ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.