સુરતના હાઇવે પર ટર્ન લેતા મોપેડ સવાર પિતા અને પુત્રીને પાછળથી આવતા ટ્રકે અડફેટે લેતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું જયારે પિતા…જુઓ વિડીઓ

હાલ રાજ્યમાં અને દેશમાં છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતો ખુબજ વધી ગયા છે જેમાં ઘણા લોકોનું ગંભીર રીતે ઘાયલ થવાને લીધે મૃત્યુ પણ થતું હોઈ છે તેમજ આવી ઘટનાઓની પાછળ ઘણી વખત ધ્યાનનો અભાવ તો વળી કોઈ નાની ભૂલ હોઈ છે. અને આ નાની ભૂલને કારણે ભયંકર અકસ્માત સર્જાતું જોવા મળે છે. હાલ એક તેવીજ અકસ્માતની ઘટના સુરત જીલ્લામાંથી સામી આવી રહી છે. જેમાં એક યુવતી અને તેના પિતા મોપેડ લઇ રોડ ક્રોસ કરતા જોવા મળે છે જેમાં પાછળ થી આવતા પૂરી ઝડપે ટ્રક તેને અડફેટે લે છે જેમાં મોપેડ ચલાવનાર યુવતીના પિતા અથડાઈને દુર ફેકાઈ છે અને યુવતી ટ્રકના ટાયર નીચે કચડાઈ જતી નજર આવી રહી છે સમગ્ર મામલો CCTV માં કેદ થયો હતો.

આ ઘટના સુરત જીલ્લાના વાલોડ તાલુકામાં બની છે જેમાં એક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે. મૂળ વાત એવી હતી કે વાંસકુઈનાં પેટ્રોલપંપ પર જવા માટે હાઈવે પર ટર્ન લેતા મોપેડ ને પાછળથી આવતા ટ્રકે અડફેટે લીધી હતી. ત્યાર બાદ મોપેડ ચાલક યુવક ટ્રક સાથે અથડાતા દુર ફેકાયો હતો જયારે પાછળ બેઠેલી યુવતી જે પોતે પ્રોફેસર છે તે ટ્રક ની નીચે આવી ગઈ હતી અને ૨૫ ફૂટ સુધી ઢસડાતા તેને ગંભીર ઈજા પહોચી હતી ત્યારબાદ તેનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

આમ મોપેડ ચાલક પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેની સારવાર માટે તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત ૧૩ જુને થયો હતો. અને તેનું CCTV હવે બહાર આવ્યા છે. મૃતક યુવતી ધામોદલાની યુવતી ઉમરપાડામાં પ્રોફેસર હતી આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતીની ઓળખ વાલોડ તાલુકાના ધામોદલા આ અકસ્માત થયો ત્યારે તે પોતાના પિતા સાથે કામ અર્થે ધામોદલાથી મઢી જઈ રહી હતી. આમ તેમને ખબર નોતી કે રસ્તા પર તેનું ગંભીર અકસ્માત થતા તેનું કરુણ મોત નીપજશે. તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે.

આમ પિતા અને પુત્રી ને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાનજ પુત્રીનું મોત થયું હતું જ્યારે પિતા ગુરજીભાઈ હાલ નાજુક હાલતમાં છે. આ અકસ્માત બનતાજ ગભરાયેલો ટ્રક ચાલ ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો. આમ સ્નેહલતાબેન ચૌધરિ નું અકાળે મોત થતા સમગ્ર પરિવાર અને ગામના લોકો શોકમાં ગરકાઈ ગયા હતા. આજે ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *