રાજકોટમાં એક પિતા-પુત્રની જોડીએ બનાવી ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર ! ફીચર્સ સાંભળી તમારી આંખો પણ ચાર થઈ જશે…80 રૂપિયાના ખર્ચે

મિત્રો જીવનમ કઈંક નવું કરવા માટે તેની પાછળ પૂરતો સંઘર્ષ અને મહેનત કરવી પડતી હોઈ છે જે બાદ વ્યક્તિને કેન એક દિવસ જરૂર સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજ રીતે હાલો સમય એવો થઇ ગયો છે કે પેટ્રોલ તથા ડીઝલના હાવ આકાશ સુધી પહોંચી ગયા છે. લોકો હવે વધારે પડતા ઇલેક્ટ્રોનિક થી ચાલતા વાહનો ખરીદવા લાગ્યા છે કારણકે આ વાહનો પેટ્રોલ ડીઝલ વાહનો કરતા ઓછા ખર્ચે વધુ માઈલેજ આપતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક પિતા અને પુત્રની જોડીએ કમાલ કરી દીધી આવો તમને આ કમાલના સમાચાર વિગતે જણાવીએ.

વાત કરીએ તો રાજકોટના એક પિતા અને પુત્રની જોડીએ ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર બનાવી જેની ખાસિયત જાણશો તો તમારી આંખો પણ ફાટીને ચાર થઇ જશે. આ કાર એવી છે કે તમે આ કારણે લઈને નીકળો તો રસ્તા પરના લોકો તમને અને તમારી કારણે જોતાજ રહી જાય. રાજકોટના ભાવિક ચૌહાણ જણાવે છે કે આ વિન્ટેજ ઈ- કાર બનાવવા પાછળ મારો અને મારા પપ્પાનો હાથ છે. તેમજ આ અનોખી કારની ડિઝાઇન પાછળ અમે ખુબજ મહેનત કરી છે.

તેમજ આ કારની લંબાઈ તેના પૈડાં વગેરેની મહેનત કરતા કરતા અમને 3 મહિના થઇ ગયા હતા. અને આ 3 મહિના અમે પણ એક પણ રજા નથી રાખી. આમ આ સાથે ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે આમે આ કારમાં રોયલ એન્ડફિલ અને મારુતિ સુઝુકીના જ પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. આમ જેથી કરીને કોઈ પણ ગ્રાહક આવે અને આ કાર ખરીદ્યા બાદ તેને કોઈ પણ સર્વિસને લગતી સમસ્યા ન આવે. આમ અમે એવી કંપની સિલેક્ટ કરી છે કે જેથી કરીને કોઈ પણ પાર્ટ્સ તરતજ મળી આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચે એવી કાર છે. સૌથી મોટી વાત એ છે કે આ કાર ઈ-કાર છે, એટલે કે એમાં પેટ્રોલ કે ડીઝલની જરૂર રહેતી નથી, કારણ કે આ કાર ઈલેક્ટ્રિક કાર છે. આ કારમાં વધીને 5 યુનિટ જોઈએ છે. 5 યુનિટમાં તમને 80 કિલોમીટરની રેન્જ આપે છે.

આમે આ ગાડીનું નામ પ્રેસ્ટીજ ગોલ્ફ રાખ્યું છે. અત્યારે અમે એક મોડલ બહાર પાડ્યું છે, જેમાં અમે રેડ અને બ્લૂ કલર બહાર પાડ્યા છે. તેમજ આ સાથે ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આની સ્પીડ 45 ઉપર જતી નથી, એટલે આ ગાડી માટે તમારે RTO પાસિંગની જરૂર રહેતી નથી. આ કાર બનાવવાનો વિચાર મારા પપ્પાને આવ્યો હતો. તેમનું 20 વર્ષથી સપનું હતું કે આ કાર બનાવીએ, પણ અમે પૈસા ટકે એટલા સુખી નહોતા, પણ હવે અમે જાતે કાર બનાવીને અમે લોન્ચ કરી છે.

આમ ભાવિક ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આ ગાડીને બનાવવામાં અમારે 3 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે. જો કોઈને આ ગાડી જોઈતી હોય તો આ ગાડી 3 લાખ 51 હજારમાં લઈ શકે છે. ગાડી લીધા પછી પણ અમે સહકાર આપીશું. તેમજ તમે આ કારને લઈને દરેક પ્રકારનું રીપેરીંગ પણ કરાવી શકો છો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *