કડીના બુડાસણમાં જમીનના વિવાદને લઇ થઈ મારામારી જેમાં એકનું મોત જયારે અન્ય બે… જાણો વિગતે

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અપહરણ, હત્યા , ચોરી, મારાંમારી, લૂંટફાટ વગેરે ગેરકાનૂની કામ ખુબજ વધી ગયા છે તેમજ હાલ એક તેવોજ હત્યાનો મામલો સામે આવી રહ્યો છે જે જાણી તમે પણ ચોકી જશો. આ ઘટનામાં જમીનના વેચાણ દસ્તાવેજ બાબતે મારામારીમાં એકનું મોત બેને ગંભીર ઈજા. ચાલો તમને વિગતે આ ઘટના જણાવીએ.

આ ઘટના કડી તાલુકાના બુદાસન ગામમાથી સામી આવી છે જ્યાં બુદાસન ગામની જમીન અમદાવાદ ખાતે રહેતા સુખદેવભાઈને વેચી હતી. જે ​​​​​જમીનના વેચાણનો દસ્તાવેજ વારસદારોએ ન કરી આપતા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે જમીનના વારસદારોએ સુખદેવભાઈના પરિવારની જાણ બાહર તે જમીન અન્ય શખ્સને વેચી નાખી હતી. ત્યારે વેચાણનો દસ્તાવેજ માંગતા તમામ ઉશ્કેરાઈ અને ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું.

તેમજ મૃતકના ભાઇ પ્રવીણભાઈ બદ્રીનારાયણ શુક્લ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ અનુસાર તેમની બૂદાસન ગામની સીમની સરવે નંબર 21 અને 292ની આશરે 13 વીઘા જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ જમીનના વારસદારોએ વેચાણનો દસ્તાવેજ કરી ન આપતા કડી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ત્યારે દાવો કોર્ટમાં ચાલુ હોવાં છતાં જમીનના વારસદારોએ કલોલના નામચીન ઇસમ પટેલ રાજેશ અમરતભાઈ ઉર્ફે રાજબાટા ને તેમની જાણ બહાર સર્વે નંબર 291 અને 292 વાળી જમીન 2021માં વેચી દીધી હતી.

ઘટના એવી હતી કે તેમના ભાઈઓ ગૌતમભાઈ અને સુખદેવભાઈ અને ખેતમજૂર ભરવાડ રઇજીભાઈ રઘજીભાઈ ભરવાડ ઉપર કલોલના નામચીન ઇસમ રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજબાટાના માણસોએ ખેતરમાં પહોચી જમીનના હક માટે ઝઘડો કર્યો હતો. પ્રવીણભાઈને માહિતી મળતા તેઓ બુડાસણ આવવા માટે નિકળ્યાં હતા. પરંતુ તેમને રસ્તામાં લોકોએ ઉભો રાખી કહ્યું કે, ત્યાં જશો નહી ત્યાં પરિસ્થિતી ગંભીર છે. ત્યારે તેઓ ઝાડ નીચે દૂર જોઈ રહ્યા હતા, ત્યારે આવેલા ઈસમો લોખંડની પાઇપ તથા ધારિયું, ધોકા સાથે ઉભા હતા. ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઈ સુખદેવભાઈ તથા ગૌતમભાઈ તથા ખેત મજુરને આડેધડ માર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સના મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આમ આ ઘટનાની જાણ પોલીસને થતાં સમગ્ર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ઝગડમાં સામેલ રત્નાભાઈ રબારિ, રાજુભાઇ રબારી, લાભૂભાઈ રબારી, તથા બે અજાણ્યા સામે ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ધાતક હથિયાર વડે હુમલો કરનારા વિરૂધ મૃતકનાં ભાઈની ફરિયાદને આધારે કડી પોલિસે ગુનો નોંધી મૃતદેહને પી.એમ અર્થે મોકલી તમામ ઇસમોને ઝડપી પાડવાં પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.