ગુજરાતની આ ગામની સ્થાનિક યુવતીના પ્રેમમાઁ પડ્યો વિદેશી યુવક, ચાઈનાથી આવ્યો લગ્ન કરવા…
જેમ તમે જાણોજ છો કે કોઈ વ્યક્તિને તેના જીવન સાથીની શોધ ક્યાં અને કેવી રીતે પુરી થતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ કોઈ વ્યક્તિને પ્રેમ ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે પણ ખબર હોતી નથી. એક તેવોજ રસપ્રદ કિસ્સો લઇને આવ્યા છીએ તમારી માટે આ કિસ્સો સાંભળી તમે પણ પ્રેમ ને સાચો માનશો અને તેની કદર કરશો. તો ચાલો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
આ કહાની ઉમરગામની એક કંપનીમાં કામ કરતાં ચાઇનાથી આવેલા ઇજનેર અને સ્થાનિક યુવતીના પ્રેમપ્રકરણથી વધુ એક વાર ફલિત થાય છે. છેલ્લા 15 વર્ષથી ભારતમાં આવેલાં ચાઇનીઝ યુવાન ઉમરગામની કંપનીમાં ક્વાલિટી ઇજનેર તરીકે જોડાયા બાદ તેની સાથે કામ કરતી ખતલવાડીની યુવતી સાથે મોબાઇલથી સંપર્કમાં આવી પ્રેમમનો એકરાર કર્યો હતો.પ્રેમ લગ્ન બાદ કોર્ટમાં વિધિવત લગ્ન સાથે બે સંતોનાના માતા-પિતા બન્યાં છે.બંનેની ભાષા જુદી હોવા છતાં સુખી સંચાર સાથે જીવી રહ્યાં છે.
આમ આ દરમિયાનજ તેની સાથેજ કામ કરતી યુવતી તરલ દિનેશ માછીના સંપર્કમાં આવ્યો હતો.ધીમે-ધીમે વાતચીત બાદ બંને એક-બીજાને મોબાઇલથી મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. હુરાંગ ચાઇનીઝ હોવાથી ગુજરાતી,હિન્દી કે અંગ્રેજી ભાષા જાણતો ન હતો, પરંતુ પ્રેમમાં ભાષા કે નાત-જાતના ભેદભાવ નડતાં ન હોઇ તેમ તરલે સૌ પ્રથમ પ્રેમ અંગેનો પ્રસ્તાવ હુંરાગ સમક્ષ મુક્યો હતો. 15 વર્ષ પહેલા ભારતમાં ચાઇનીઝ ચીજવસ્તુઓની ક્વાલિટીની ચકાસણી માટે આવ્યો હતો.હરિદ્વાર,વાપીમાં નોકરી કર્યા બાદ હુંરાગ ઉમરગામના ખતલવાડા ગામની કંપનીમાં ક્વાલિટી ઇજનેર તરીકે જોડાયો હતો. તેના કૌશલ્યના આધારે તેને ઘણી જવાબદારી કંપનીએ સોંપી હતી.
આમ બંનેની આંખો મળી જતાં 2017માં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતાં.વલસાડ સિવિલ કોર્ટમાં મેરેજની નોંધણી પણ કરવામાં આવી હતી. તરલના માતા-પિતાએ પણ ચીનના યુવાનને પોતાની ઘરે આસરો આપ્યો હતો. આજે બંનેને પ્રિન્સ અને પ્લકી નામના બે પુત્રો છે. ચાઇનીઝ યુવાન તેમના પરિવાર સાથે બહાર નિકળતાં લોકોમાં આ પરિવાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
આ સાથે તરલની બહેનના લગ્ન દરમિયાન હુરાંગ અને તરલની 2018માં હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યાં હતાં. સમગ્ર લગ્ન વિધિમાં તરલના પરિવારજનો અને સગા સંબંધીઓ હાજર રહી આર્શિવાદ આપ્યા હતાં. આ લગ્નની હુરાંગે પણ પોતાના વતન ચીનમાં જાણ કરી હતી. ત્યાં પણ તેમના પરિવારજનોમાં ખુશી છવાઇ હતી. મિડીયા સાથેની વાત-ચીતમાં યુવતી તરલ માછીએ જણાવ્યું હતું કે પ્રેમ બાદ અમે થોડા ગભરાયા હતાં.એટલે નાનીના ઘરે રોકાણ માટે લઇ ગયા હતાં. ત્યાંથી અમે ભાગી ગયાં હતાં પરંત ત્યારબાદ પરિવારજનોની સમજાવટ બાદ ઘરે આવ્યા હતાં.