મિત્ર માટે મિત્ર એ જાન આપી દીધી ! ખાસ ભાઈબંધ નુ મોત થતા મિત્ર એ આપઘાત કરી લીધો અને સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે ” મને માફ કરજો

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક મિત્ર બીજા મિત્રના દુઃખદ નિધન ને સહન ના કરી શક્યો અને મિત્રના નિધનના 1 મહિના પછી પોતે પણ આપઘાત કર્યો.

જેમ તમે જાણોજ છો કે ઘણા કિસ્સાઓમાં છેલ્લા શ્વાસ સુધી પણ લોકો મિત્રતા નિભાવતા હોય છે, મિત્રતાની એક એવી જ ઘટના જામનગરમાં જોવા મળી, જ્યાં એક મિત્રનો વિયોગ બીજો મિત્ર સહન ના કરી શક્યો અને તેણે મોતને વહાલું કર્યું. આમાં વાત કરીએ તો જામનગરમાં જિલ્લામાં આવેલા ચાંપબેરાજા ગામમાં રહેતા 23 વર્ષીય યુવાન મોહિત । ભટ્ટ તેના જીગર જાન મિત્ર ધવલનું નિધન સહન કરી ના શક્યો અને મિત્ર વિરહમાં ધવલના નિધનના એક મહિના બાદ જ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. મોહિતે પોતાના ઘરમાં જ ગળે ટુંપો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને સુસાઇડ નોટ પણ લખી હતી.

 

મળતી માહિતી પ્રમાણે મોહિતે સુસાઇડમાં લખ્યું હતું કે, “ધવલના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા વિસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છુ. હવે મારાથી રહેવાતુ નથી, મારા જીગરી, કંઇ ભુલ થઇ હોય તો માફ કરજો. મારા મમ્મીનું ધ્યાન રાખજો બસ. આગળ તેણે લખ્યું હતું કે “પપ્પાએ મને શીખવ્યુ છે કે કોઇનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો, જીગર જાન હતો એના વગર તો બધુ નકામુ, આવજો…!”

આમ મોહિતના પરિવારમાં પણ દુઃખનો માહોલ ફરી વળ્યો છે. ધવલ સિક્કા ગામમાં રહેતો હતો અને તેને 7 જુલાઇના રોજ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, હજુ તો તેના નિધનને એક મહિનો પણ નહોતો થયો ત્યાં જ તેનો જીગર જાન દોસ્ત મોહિત પણ વ્હાલું કરી ગયો. એક જ મહિનામાં બે યુવાન મિત્રોના મોતના કારણે ગામની અંદર પણ ગમગીની ફેલાઈ ગઈ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.