ભુત પ્રેત કે ચમત્કાર??? ટ્રેકટર આપ મેળે જ રોડ પર દોડવા લાગ્યુ….જુઓ વિડીઓ
મિત્રો જેમ તમે જાણોજ છો કે આજનો સમય ટેકનોલોજી ના ક્ષેત્રમાં ખુબજ આગળ વધી ગયો છે આજના સમયમાં લોક ખુબજ ડીજીટલ થઇ ગયા છે. એટલે કહી શકાય કે આજનો યુગ આધુનિક યુગ છે. તો વાળી આધુની યુગમાં હોઈએ અને જો કોઈ ભૂત, પ્રેતની વાતો કરે તો ઘણા લોકોને આ વાત ખોટી લાગતી હોઈ છે. જોકી ઘણા એવા પણ લોકો છે જે આજના સમયમાં પણ ભૂત પ્રેતમાં વિશ્વાસ કરતા હોઈ છે. તેમજ જે લોકો નથી માનતા કે ભૂત પ્રેત હોઈ છે તે અ વિડીઓ જોઈ જરૂર માનવા લાગશે. હાલ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતો જોવા મળી રહ્યો છે.
વાત કરીએ તો આ ડરાવી દેતી ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામમાંથી સામે આવી રહી છે જ્યાં ખાતે એક ટ્રેક્ટર આપમેળે ચાલુ થઈ ગયા બાદ રોડ પર આવેલા સહકારી મંડળી પાસે ફેન્સીંગ તેમજ પોલ સાથે અથડાઈને આપમેળે ઊભું રહી ગયાની ઘટના સામે આવી છે.હાલ જે વિડીઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, એક ટ્રેક્ટરની ડ્રાઇવર સીટ પર કોઈપણ વ્યક્તિ બેઠેલી દેખાઈ નથી રહી જોકે અકાહ્ન્ક્જ તે ટ્રેક્ટર આગળની તએર્ફ રોડ સાઈડ ચાલવા લાગે છે.
આમ આ ઘટના બાદ હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યા છે. ત્યારે વાયરલ થઈ રહેલા અનેક જાતની ચર્ચાઓ, અને નવા નવા વિચારો સામે આવી રહ્યા છે. જો તમને જણાવીએ તો વાયરલ થઇ એરહેલ આ CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જે ઘટના ઘટી થવા પામી છે. તે 26 ડિસેમ્બર 2022 ના રોજ રાત્રિના 11:30 વાગ્યા આસપાસ બનવા પામી છે. સમગ્ર મામલા નામ બે જેટલા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે.
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટ્રેક્ટરની ડ્રાઇવર સીટ પર કોઈપણ વ્યક્તિ બેઠેલી દેખાઈ નથી રહી. આમ મૌવિયા ગામમાં ચમત્કારી બનાવ બન્યો છે કે, સમગ્ર ઘટના પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી છે તે તપાસનો વિષય છે.જોકી આ વિડીઓ જોયા બાદ સવાલ તો એ ઉભો થાય છે કે, આખરે ટ્રેક્ટર ચાલે છે કઈ રીતે? તેમજ ટ્રેક્ટરને વળાંક લેવાનો છે તે પણ કઈ રીતે ખબર પડે છે. કારણ કે, જે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તેમાં ટ્રેક્ટર વળાંક લેતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સીસીટીવી માં કેદ થવા પામ્યા છે.
મોવિયા ગામમાં ચમત્કાર કે સંડોવણી? વગર ડ્રાઈવરે આપો આપ ચાલ્યું ટ્રેકટર, જુઓ સીસીટીવી વીડિયો pic.twitter.com/ISP3Z4KwL1
— News18Gujarati (@News18Guj) December 27, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો