અમદાવાદની એક યુવતીએ પતિના ત્રાસને લીધે કરી આત્મહત્યા, ઓડિયો કલીપમાઁ જણાવ્યું પતિની આ વાતો…વાંચો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવતીએ તેના પતિના ત્રાસને લીધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના અમદાવાદમાંથી સામી આવી રહી છે જ્યાં મૃતકની બહેન શાલિનીએ જણાવ્યું કે, રીના 3 બહેન અને 1 ભાઈમાં સૌથી મોટી હતી. તેણે બી.કોમ.ના બીજાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. વર્ષ 2017માં કરણ સાથે રીનાની મિત્રતા થઈ હતી. બંને એક જ જગ્યાએ કામ કરતાં હતાં. ધીરે-ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેનાં લગ્ન થઈ ગયા. અમદાવાદ છોડીને કોટામાં રહેવા લાગ્યા. શાલિની કહે છે કે, લગ્ન પછી કરણનાં પરિવારનાં સભ્યોએ રીનાને પાછી આવવા દીધી ન હતી. એકવાર કરણનાં પરિવારનાં સભ્યો પણ અમદાવાદમાં 3 દિવસ રોકાયા હતાં. રીનાને એકલી ન છોડી.

આમ શાલિનીએ જણાવ્યું કે, રીનાએ બુધવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. તેને ગુરુવારે ખબર પડી કે, તેણે ગળાફાંસો ખાતાં પહેલાં એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં તેણે તેની પર થઈ રહેલાં અત્યાચાર વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, પતિ કરણનું પૂજા નામની છોકરી સાથે અફેર છે. બંને મોબાઈલ પર ચેટિંગ કરતા હતાં. રીનાએ આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો અને યુવતીને સમજાવી. આ પછી પતિ કરણે તેને માર માર્યો હતો ને કહ્યું, હું તને છોડીને 4-4 સાથે રહીશ.પતિ કરણે કહ્યું કે, તે હવે રીના સાથે રહેવા માગતો નથી. પૂજા નામની છોકરી સાથે જીવન વિતાવવા માગે છે.

તેમજ વધુમાં શાલિનીએ કહ્યું કે, “રીનાએ ક્યારેય કરણની હરકતો વિશે જણાવ્યું નહોતું. તેણે 15 દિવસ પહેલાં જ કરણની હરકતો વિશે જણાવ્યું હતું. તેણે મૃત્યુ પહેલાં ઓડિયો રેકોર્ડ કર્યો હતો. મોડી રાત્રે મોબાઈલ પર મોકલ્યો. રાત પડી હોવાથી બધા સૂતાં હતાં. સવારે મોબાઈલ જોયો તો રીનાનો મેસેજ આવેલો હતો, જે તેણે રડતો રેકોર્ડ કર્યો હતો. રીનાનાં પિતા નરેશે જણાવ્યું કે, તેની અમદાવાદમાં કરિયાણાની દુકાન છે. થોડાં સમય પહેલાં કરણે તેના ભાઈ પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને પરિવારના સભ્યોને આનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું. ભાઈએ તેને 2 લાખ રૂપિયા આપ્યા ન હતા.”

વધુમાં જણાવ્યું કે ‘મારાં પતિ કરણસિંહનું પૂજા રાઠોડ સાથે દોઢ વર્ષથી અફેર છે. મેં તેને છોડવાનો ખૂબ જ પ્રયાસ કર્યો. મેં પેલી છોકરીને પણ વાત કરી કે, તું કેમ તેની પાછળ પડી છે, તેને છોડી દો. તે પરિણીત છે, તેને એક બાળક છે, તેને ફોલો કરશો નહીં. તેણે કહ્યું કે, તેમનો સંબંધ 8-10 મહિનાથી ચાલી રહ્યો છે. તે લાંબા સમયથી ચાલી રહ્યું છે. ડિસેમ્બરમાં તેણે આ છોકરીની ફોટો મૂકી ‘આયેગે જબ તુમ ઓ સજના, આંગના ફૂલ ખિલેંગે’ ગીત પાછળ રાખ્યું હતું.’ આમ મેં મારા પિતાને કહ્યું પછી પણ આ વિશે વાત કરવાનું ચાલુ જ રાખ્યું. આ લોકો એકબીજાને છોડવા માટે તૈયાર નહોતાં. મને ખબર નથી કે, આ લોકો શું કરશે?હું ઘરેથી ભાગી ગઈ અને લગ્ન કર્યા હતાં ને 4 વર્ષથી આ જ ચાલે છે, જ્યારે સોમિલ મારા પેટમાં હતો. ત્યારે પણ તે રિયા ખત્રી નામની યુવતી સાથે વાત કરતો હતો. રેસ્ટોરન્ટમાં તેને તેની પાસે બેસાડી રાખી હતી. બંને ચોંટીને બેઠાં હતાં. આ વીડિયો બનાવી અને તેણે મોકલ્યો હતો. ફોટાનો સ્લાઈડ શો લઈને ત્યારબાદ મેં સ્ક્રીનશોટ લીધો હતો.

આમ ઓડીઓ કિલ્પમાઁ જણાવ્યું હતુ કે હું આત્મહત્યા કરવા જઈ રહી છું, તેના માટે મારા પતિ જવાબદાર છે અને જે છોકરીની સગાઈ થઈ ગઈ છે અને સમજાવ્યા છતાં પણ તેને છોડતી નથી તે છે. તેઓ મને પણ કહે છે, તેઓએ મને ખૂબ મારી છે.જ્યારે મેં યુવતી સાથે વાત કરી તો તેણે કહ્યું કે તમે કેમ કહ્યું કે અમારા સંબંધો સારા ચાલી રહ્યા છે, તમે તેને ફોન કરો, તેને કહો કે હું તેની સાથે રહેવા માગુ છું અને હું તમારી સાથે રહેવા માગતી નથી. તેને ફોન કરીને આ બધું કહો .મેં ફોન કરીને કહ્યું તો તેણે કહ્યું, તું પાગલ છે, હું તેની પાછળ કેમ મારી જીંદગી બરબાદ કરીશ? તે પછી પણ આ લોકો વાત કરે છે, તો મને તેમનું હાસ્ય સમજાતું નથી, આખરે આ લોકો મારી પાસેથી શું ઈચ્છે છે? મારા પતિ મને આ રીતે ટોર્ચર કરે છે.ઘણી વખત તેઓએ મને માર પણ માર્યો છે અને હવે તેઓ મને આ રીતે ટોર્ચર કરી રહ્યા છે અને મારી સાથે વાત કરતા નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *