દિલ્હીમા MBA કરતી ધાનેરા ગામની યુવતીએ બિલ્ડીંગ ના ત્રીજા માળે થી કુદી આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી આંચકો લાખશે
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક MBA કરતી વિદ્યાર્થીનીએ ત્રીજા માળેથી કૂદીને મોતનમેં વ્હાલું કર્યું. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી ઘટના દિલ્હી માંથી સામે આવી રહી છે જ્યાં MBAનો અભ્યાસ કરતી મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. દિલ્હીમાં આપઘાત કરી લેતા આસપાસના લોકો ઘટના સ્થળે તરતજ પહોંચી ગયા હતા. જે બાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, તેનું મોત નીપજતા પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ધાનેરામાં રહેતા પરિવારને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.
વધુમાં જો વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી માજ અભ્યાસ કરતો એક યુવક મૂળ ધાનેરા અને દિલ્હીમાં MBA કરતી ટ્વિન્કલ બધેલનો ક્લાસમેટ હતો અને બંને વચ્ચે કેટલાક સમયથી ટેન્શન ચાલી રહ્યું હતું. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયા બાદ લાગી આવતા ટ્વિન્કલે આ પગલું ભર્યું છે. તેવી હાલ ચર્ચાઓ ચાલી રહી છે.
આ આપઘાતની ઘટના બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પાડ્યું હતું. આમ આ આપઘાતની જાણ પોલીસને થતા તેઓ તરતજ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો