રક્ષક બન્યો ભક્ષક આર્મી જવાને પોતાનીજ 10 મહિનાની માસુમની જમીન પર પટકી પટકીને મોત ને ઘાટ ઉતારી…કારણ એવુ કે…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાઁ એક આર્મી જવાને 10 મહિનાની દીકરીને જમીન પર પટકી પટકીને મારી નાખી. દીકરીનું કમકમાટી ભર્યું મૃત્યુ બાદ ગામમાં અરેરાટી થવા પામી હતી. આવો તમને હત્યાની ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના પંજાબ માંથી સામી આવી રહી છે જ્યાં આ આર્મી જવાન અને તેની પત્ની વચ્ચે અવાર નવાર રોજ ઝઘડાઓ થતાં હતા. અને તે ઝઘડાને લીધે ગુસ્સામાઁ આવીને આર્મી જવાને તેનીજ 10 મહિનાની દીકરીને જમીન પર પટકી પટકની હત્યા કરી નાખી. આ ઘટના બાદ આજુબાજુના લોકો તરતજ પહોંચી આવ્યા હતા અને દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા જ્યા તબીબોની તપાસ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બાદમાં મૃતક બાળકીના દાદા હાથમાં ઈજા થઈ હોવાનું કહીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીંથી પોલીસે ધરપકડ કરી હતી.

આરોપી પિતા સૈનિક છે. હાલમાં તે અંબાલામાં છે. હત્યાકાંડમાં આરોપીના માતા-પિતાનું નામ પણ સામેલ છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ કર્યો છે. મુખ્ય આરોપી એટલે કે બાળકીનો પિતા ફરાર છે જ્યારે પોલીસે આરોપીના પિતાને પકડી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, અંબાલા કેન્ટમાં તૈનાત સૈનિક સતનામ સિંહના લગ્ન દોઢ વર્ષ પહેલાં ફિરોઝપુરમાં રહેતી અમનદીપ કૌર સાથે થઈ હતી. તેમજ લગ્નના થોડાં સમય બાદ સતનામ પોતાના પેરેન્ટ્સ સાથે મળીને અમનદીપ સાથે ઝઘડવા લાગ્યો હતો. તે અમનદીપના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે અમનદીપને ઘરમાંથી હાંકી કાઢી હતી. અમનદીપ તે સમયે ગર્ભવતી હતી. સતનામે પત્નીને ડિવોર્સ આપવા કેસ ફાઇલ કર્યો હતો. અમનદીપે સેનાના અધિકારીઓ આગળ સતનામની ફરિયાદ કરી હતી. આ કેસમાં સેનાના અધિકારીઓએ બંને સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન અમનદીપે પિયરમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેણે દીકરીનું નામ રહમત કૌર રાખ્યું હતું.

આમ દીકરીના જન્મ બાદ પણ બંને પરિવાર વચ્ચે ઝઘડો થતો હતો. થોડાં દિવસ પહેલાં જ સેનાના અધિકારીઓએ બંનેને બોલાવીની વાત કરી હતી અને બંનેને 20 દિવસ સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સતનામ પત્નીને દીકરીને લઈને આવ્યો હતો. 20 દિવસમાં રોજે રોજ ઝઘડા થતા હતા. સતનામ, પિતા સુખચૈન તથા માતા સ્વર્ણ કૌર ઝઘડો કરતા હતા. તેઓ અમનદીપને દીકરીને જન્મ આપ્યો કહીને હેરાન કરતા હતા. અમનદીપના પિતા દીકરી ને દોહિત્રી માટે કપડાં લઈને આવ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *