ગુજરાતી યુવતી અને ઓસ્ટ્રેલિયા નો યુવક લગ્ન ના બંધન મા બંધાયા ! ઓસ્ટ્રેલિયાથી ખાસ જાન ગીર પહોંચી..જુઓ અનોખા લગ્ન ની તસવીરો

જેમ જાણોજ છો કે હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમધામ લગ્ન કરીને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરતા હોઈ છે. તેમજ લગ્ન એક એવું બંધન હોઈ છે જેમાં જોડાયા બાદ એક વ્યક્તિને બીજા વ્યક્તિનો હંમેશા માટે સાથ દેવો પડતો હોઈ છે તેમજ એક બીજાની સાર સંભાળ પણ રાખવી પડતી હિઓ છે તેમજ આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઇ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ તેવીજ રીતે આ ગુજરાતી યુવિતના પ્રેમમાં પડી ગયો વિદેશી યુવક અને બંને ગુજરાત આવીને ધામધૂમથી કર્યા લગ્ન. આવો તમને આ અનોખી લગ્નને વિગતે જણાવીએ.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે, જો વાત કરવામાં આવે તો આ અનોખા લગ્નનો કિસ્સો મૂળ ગુજરાતની અને જૂનગાઢના માંગરોળ તાલુકાની NRI દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દૂ રીતિરિવાજ મુજબ અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં આ બન્ને નવદંપતી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં ઓસ્ટ્રેલિયન દુલ્હો ઘોડા પર ચડવાની સાથે રાસે રમ્યો, પીઠી ચોળાવવાની સાથે રંગેચંગે સાત ફેરા ફરીને લગ્નગ્રંથિના બંધનમાં જોડાયો હતો.

જો તમને વિગતે માહિતી આપીએ તો તેમજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામના રહીશ દિગેનભાઈ નાગર કે જેઓ પરિવાર સાથે ઘણાં વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ “નમી” છે તેનું સગપણ ઓસ્ટ્રેલિયાના યુવક “ટોબન” સાથે નક્કી થતાં બંને પરિવારોમાં સગાઈની ખુબજ ખુશી હતી. તેમજ આ સગપણ બાદ દીકરીના પિતા દિગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, અમે મૂળ ગુજરાતી છીએ. જેથી અમારી એવી ઈચ્છા છે કે, પુત્રી નમી અને ટોબનનાં લગ્ન અમારી હિંદુ સંસ્કૃતિની પરંપરા અને વિધિ મુજબ અમારા વતન ગુજરાતમાં થાય તેવી લાગણી યુવકના પરિવાર સમક્ષ વ્યક્ત કરી હતી. આ ઈચ્છાનો યુવક ટોબનના પરિવારે હરખભેર સ્વીકાર કરીને હામી ભરી હતી.

આમ જે બાદ બંને પરિવારે આ લગ્ન પ્રસંગની તૈયારીનું આયોજન કરી રહયા હતા. અને જે બાદ આ આયોજનમાં શુભ મુહૂર્તમાં મકરસંક્રાંતિના બીજા દિવસે શુભ મુહૂર્તમાં સાસણ ગીર ખાતે આવેલા સુખસાગર રિસોર્ટમાં લગ્ન પ્રસંગ કરવાનું નક્કી થયું હતું. આ પ્રસંગને લઈ રીતિરિવાજ મુજબ દીકરીના પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયન વરરાજાનાં પરિવારજનોને કંકોત્રી લખી જાન લઈને આવવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈ તા.14મી જાન્યુઆરીના રોજ વિદેશી દુલ્હો પરણવા માટે 20 જેટલાં તેનાં પરિવારજનો મહેમાનો સાથેની જાન લઈને સાસણ ગીરમાં આવેલા રિસોર્ટમાં આવી પહોંચ્યા હતા. જે બાદ તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમજ આ વિદેશ વરરાજા સહીત તેના પરિવાર અને બીજા જાનૈયાઓ ગુજરાતી ભાષા કે હિન્દૂ લગ્ન વિધિ જાણતા નો હતા ણ તેને સમજતા પણ નો હતા, જોકે આ લગ્ન પ્રસંગમાં તેમને ખુબજ આનંદ અને ખુશી થઇ હતી. તેમજ વરરાજો ટોબને પણ આ લગ્નની વિધિ પ્રમાણે પીઠી લગાવી હતી. તેમજ આ સાથે તેના પરિવાર અને બીજા જાનૈયાઓએ ગુજરાતી રાસ ગરબા રામીને ઝૂમી ઉઠ્યાં હતા. અને જે બાદ બીજા દિવસે વરરાજો ટોબન ઘોડા પર બેસીને લગ્ન કરવા માટે મંડપ પહોંચીને દુલ્હન નેમી સાથે હસ્તમેળાપ કરીને ફેરા ફરીને લગ્નગ્રંથિના બંધનમાં બંધાયો હતો. આમ ઉત્સાહભેર બંને પરિવારોમાં હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન પ્રસંગ ઊજવ્યાની આનંદની અનુભૂતિ હોવાનું દુલ્હન નેમીના પિતા દિગન નાગરેએ જણાવ્યું હતું.

આમ આ સાથે આ અનોખા લગ્ન પ્રસંગ અંગે સુખસાગર રિસોર્ટના સંચાલક હિરેનભાઈ બારડે જણાવેલ કે, અમારા આંગણે આ લગ્નનો પ્રસંગ ઊજવવા માટે આવવાની વાત આવી જેમાં તૈયારી માટે જરૂરી મદદરૂપ થવા દુલ્હનના પરિવારે કહેલું હતું. જેથી અમે પણ પરિવારજનોની માફક લગ્ન પ્રસંગમાં સહભાગી થઈ બંને પક્ષોની તૈયારીઓમાં સાથે રહીને મદદરૂપ થઈને ઉત્સાહભેર પ્રસંગ ઊજવ્યો હતો. આવો અનોખો લગ્ન પ્રસંગ સાસણ ગીરમાં પ્રથમ વખત અમારા આંગણે થયાનું અમને ગર્વ છે. આ પ્રસંગ થકી વિદેશીઓ આપણી હિન્દુ સંસ્કૃતિ જાણે અને માણે તે હેતુ હોવાનું જણાવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *