બેંગ્લોરમાં રહેતા આ ગુજરાતી યુવાને પોતાની 2 વર્ષની દીકરીની કરી કરપીણ હત્યા ! કારણ જાણી આંચકો લાગશે…દીકરીને પહેલા
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવકે તેની માસુમ બાળકીની હત્યા કરીને આને તળાવમાં ઝપલાવ્યું. હત્યા કરનાર યુવકને હાલ પોલિસે પકડી પાડ્યો છે. તમને આ હત્યાની ઘટના વિષે વિગતે જણાવીએ. જેની પુરી ઘટના જાણી તમે પણ ધ્રુજી જશો.
આ હત્યાની ઘટના બેંગ્લોર માંથી સામે આવી રહી છે જ્યાં મૂળ ગુજરાતના અને બેંગલુરુમાં ટેક્નિશિયન તરીકે કામ કરતા યુવાને પોતાની 2 વર્ષની દીકરીની હત્યા કરી દીધી.જે બાદ પોલીસે તેની તરતજ ધરપકડ કરી લીધી હતી કણે પોલીસ પૂછપરછ તેણે પોલીસને જણાવ્યું કે તેની પાસે દીકરીને ખવડાવાના પૈસા નહોતા. આમ આ હત્યાની ઘટનામાં યુવકે દીકરીનો જીવ લીધા પછી તેણે આત્મહત્યાની કોશિશ કરી, પરંતુ તે બચી ગયો. તેમજ તમને જણાવીએ તો આ ઘટના 15 નવેમ્બરની છે. બાળકીનો મૃતદેહ 16 નવેમ્બરના કોલારના કેનદત્તી ગામના તળાવમાંથી મળ્યો. આ તળાવને કિનારે પોલીસને એક વાદળી રંગની કાર મળી. આ જોઇ ગામના લોકોએ કોલાર પોલીસને સૂચના આપી. આ સૂચનાના આધારે પોલીસે પિતાની તપાસ શરૂ કરી, ત્યારબાદ 16 નવેમ્બરના બેંગલુરુ રેલવે સ્ટેશનથી આરોપી પિતાને ઝડપી લેવામાં આવ્યો.
આમ તમને સમગ્ર ઘટના જણાવીએ તો રાહુલ દીકરીને સ્કૂલે લઇ જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. તે પોતાને મારવા ઇચ્છતો હતો, પરંતુ દીકરી સાથે હોવાથી તે નિર્ણય ન લઇ શક્યો. તે આખો દિવસ બેંગલુરુ અને કોલારની આસપાસ ચક્કર લગાવતો હતો. સાંજે તળાવની પાસે કાર રોકીને ઘણી વાર સુધી વિચારતો રહ્યો કે શું કરવું જોઇએ. તેણે ઘરે પાછા વળવા માટે પણ વિચાર્યું, પરંતુ તેને ડર સતાવતો હતો કે જો તે ઘરે પરત ફરશે તો લેણદારો તેને પરેશાન કરશે. જે બાદ તેણે તળાવની પાસેની એક દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ અને બિસ્કિટ ખરીદ્યા. કારણ કે દીકરી બપોરથી ભૂખી હતી, તેથી તે ખુબજ રડતી હતી. રાહુલની પાસે બાળકીને ખવડાવવાના પૈસા નહોતા. એટલા માટે તેણે દીકરીની સાથે જ જીવ આપવાનો ફેંસલો કર્યો.
આમ જે બાદ તેને દીકરીને જોરથી ગાલે વળગીને તેનો જીવ લઇ લીધો આને પછી દીકરી સાથેજ તે તળાવમાં કૂદી ગયો. પરંતુ તે બચી ગયો. ત્યાર બાદ તેણે ટ્રેન નીચે પડતું મૂકીને જીવ આપવાનું વિચાર્યું. તે બેંગલુરુ રેલવે સ્ટેશન પહોંચ્યો, જ્યાં બીજે દિવસે પોલીસે તેને પકડી લીધો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તે છેલ્લા 6 મહિનાથી બેરોજગાર હતો. તેમજ વધુમાં માહિતી મળી કે તેને પોતાના બિટકોઇન ધંધામાં પણ ભારે નુકસાન થયું હતું. તેણે પોતાના બેંગલુરુના ઘરમાંથી સોનાનાં ઘરેણાં ચોરી થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. તે સતત પોલીસ સ્ટેશન જઇને મામલાની જાણકારી લેતો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.