ભારતની એક એવી ભૂતિયા ટનલ કે જેમાં ભટકે છે અંગ્રેજી અધિકારી આત્મા ! વર્ષો પહેલા આ અધિકારી સાથે ટનલ એવું થયું કે ! જાણીને તમે પણ ડરી જશો….જાણો વિગતે

ભારતમાં આમ તો એવી ઘણી જગ્યા છે જે ભૂતિયા કે ડરામણી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભૂત  (Ghost) જેવી કોઈ વસ્તુ નથી. પરંતુ આમ છતાં દેશમાં આજે પણ લાખો લોકો છે જેમનું માનવું છે કે ભૂત કે પ્રેત આ દુનિયામાં હોય છે. અનેક લોકોએ તો ભૂત જોયું હોવાનો દાવો પણ કર્યો છે. અને લોકો આ વાત ને સાચી પણ માની રહ્યા છે. આજે તમને તેવાજ એક રેલ્વે ટનલ વિષે વાત કરીશું. જ્યાં લોક દ્વારા અને આસ પાસના ગામના લોકો દ્વારા પણ જાણવા મળ્યું છે કે આ ટનલ માં ભટકે છે ભૂતિયા અધિકારીની આત્મા. ચાલો તમને પૂરી વાત જણાવીએ.

હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા રેલવે લાઈન પોતાની સૌથી લાંબી બડોગ ટનલ માટે જાણીતી છે. યુટૂબર્સ અને ટ્રેકર્સ આ બંધ પડેલી ટનલ અને બ્રિટિશ એન્જિનિયર બડોલની કબરને જોવા અહીં આવે છે. તેમના નામ પર જ શહેરનું નામ રખાયું છે. એવું કહેવાય છે કે, કર્નલ બડોલ જેમનું આખું નામ કોઈને નથી ખબર, ટનલ 33ના નિર્માણના ઈન્ચાર્જ હતા. તે ,752 ફૂટ લાંબી ટનલ છે.

તેમણે તેને બંને છેડેથી ખોદવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું અલાઈનમેન્ટ ખોટું હતું અને બે ભાગ ક્યારેય એકબીજા સાથે મળ્યા જ ન હતા. આ ટનલને હવે હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોનુ એમ પણ કહેવું છે કે, એન્જિનિયરના મોત પછી અહીં ભયાનક ઘટનાઓ થવા લાગી હતી. ઘણા લોકોનો દાવો છે કે, તેમણે કર્નલ બડોલની આત્માને ભટકતી જોઈ છે.

તેમજ એક ઘટના એવી જોડાયેલી છે કે જેમાં સુરંગના બંને ભાગ ન મળવાને કારણે બડોલની ટીકા થઈ અને તેમને એક રૂપિયાનો દંડ કરાયો હતો. તેના આઘાતમાં તેઓ પોતાના પાળેલા શ્વાસ સાથે આ ટનલના મુખ પાસે ગયા અને પોતાને ગોળી મારી દીધી હતી. જણાવાયા મુજબ, તેમને દફનાવાયા હતા. કહેવાય છે કે, બડોગની કબર પણ ભૂતિયા છે. ઓછામાં ઓછા 15 વર્ષોમાં તેને કોઈએ જોઈ નથી. યુનેસ્કોની ટીમે 2007માં તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિરાશા હાથ લાગી હતી. એટલું જ નહીં, કહેવાય છે કે, અહીં કર્નલ બડોગનું ભૂત ફરે છે.

આ ટનલને લઈને એક ગૂંચવાડો ઊભી કરતી વાત એ પણ છે કે, ટનલનું કામ શરૂ થયા પહેલા જ ટનલને બડોગ નામથી ઓળખવામાં આવતી હતી. 14 ઓગસ્ટ, 1899ના બોમ્બે ગેજેટનો આ અંશ એ વાતનો પુરાવો છે- ‘શિમલા-કાલકા રેલવે માટે એક વિસ્તૃત અને ફાઈનલ તપાસ હવે હેરિંગ્ટન (ચીફ એન્જિનિયર) તરફથી પૂરી કરી લેવાઈ છે… પ્રસ્તાવિત અલાઈન્મેન્ટ માટે ત્રણ મહત્વપૂર્ણ નિર્માણની જરૂર પડશે. આ ટનલ કોટિ સ્પર, બડોગ અને તારા દેવીમાં બનશે.’ કાલકા-શિમલા લાઈનનું નિર્માણ 1900ના ઉનાળા સુધી શરૂ થયું ન હતું અને બડોગ 25 મે, 1900ના એન્જિનિયરના એક રિપોર્ટમાં ફરીથી આવે છે. પહેલા કાલકાથી શિમલા સુધી પર્વતીય રેલવેનો છેડો તાજેતરમાં જ વાળવામાં આવ્યો છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.