વડોદરામાં થયું હૈયું કંપાવી દેતું અકસ્માત ! એકટીવા પર જતી બે વિદ્યાર્થીનીને પહેલા રિક્ષા અને પછી ટ્રક…ભગવાન આવું મોત કોઈને નો દે, ઓમ શાંતિ
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો અકસ્માતની આ ધ્રુજાવી દેતી ઘટના વડોદરા શહેર માંથી સામે આવી રહી છે જ્યાં છાણી ગામ પટેલ ફળિયામાં રહેતી 21 વર્ષીય કીર્તિ નાયક ઓર્ગેનાઇઝેશન બિહેવિયરમાં અભ્યાસ કરે છે. ટેક્નોલોજી ફેકલ્ટીમાં ટીવાય બી.કોમ એક્સટર્નલની પરીક્ષા આપીને તેની સહેલી વૈભવી પ્રજાપતિ સાથે એક્ટિવા ઉપર છાણી પોતાના ઘર તરફ જઈ રહી હતી. અને થયું એવુ કે તે દરમિયાન સયાજી હોસ્પિટલ પાસેથી પસાર થતાં માર્ગ ઉપર પૂરપાટ પસાર થઈ રહેલી રિક્ષાએ અડફેટમાં લેતા બંને વિદ્યાર્થિની એક્ટિવા ઉપરથી ફંગોળાઈ ગઈ હતી.
જે બાદ થયું એવુ કે તે જ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રાજપીપળા-પાટણની બસની અડફેટમાં આવી જતા બંને વિદ્યાર્થીઓ લોહીલુહાણ થઈ ગઈ હતી. જેમાં ગંભીર રીતે ઇજા પામેલી કીર્તિ નાયકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટના બન્તાજ રાહદારીઓ અને અન્ય લોકો તરતજ ત્યાં પહોચી આવ્યા હતા.
આમ બીજી બાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાની જાણ બંને ઈજાગ્રસ્તના પરિવારને થતા તરતજ તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે દોડી આવેલા પરિવારજનોમાં કીર્તિ નાયકના પરિવારજનોને પોતાની દીકરીનું મોત નિપજ્યું હોવાની જાણ થતા જ રોકકળ કરી મૂકી હતી. આમ આ સાથે વિચિત્ર અકસ્માતના આ બનાવ અંગે રાવપુરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે ફરાર થઈ ગયેલા બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.