વડોદરામાંથી એક દુઃખદ ઘટના સામી આવી રહી છે જ્યા 2 વર્ષનો માસુમ બાળક ગાડીના ટાઈયર નીચે આવી જતા તેનું મૃત્યુ થાઈ છે… પરિવારમાઁ શોક છવાયો…

જેમ તમને ખબરજ છે કે વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાને લીધે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. હાલ છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટના ખુબજ વધી રહી છે તેમજ વ્યક્તિનું મૃત્યુદર નો આંક પણ વધ્યો છે. હાલ એક તેવોજ અકસ્માત સામે આવી રહ્યો છે. જેમાં એક નાના બાળકનું મૃત્યુ થાઈ છે. ચાલો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ ઘટના વડોદરાના પોર વિસ્તારમાંથી સામી આવી છે. જ્યાં એક નાનો બાળક ગાડીના પાછળ ના ટાઈયરમાઁ આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનામાં આશીષ સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઈવરે રિવર્સમાં ગાડી હંકારી 2 વર્ષના માસુમ બાળકને અડફેટે લેતા તેનું ટાયર નીચે માથુ આવી જવાથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ગાડીના ચાલકની વરણામા પોલીસે ધરપકડ કરી હતી.

તેમજ મૃતકના પિતા નિખીલભાઈ કાંતીભાઈ ગાંધી (37) પોર કોઠારી ક્રિષ્ટલ કોમ્પલેક્ષમાં મહાદેવ ઈલેક્ટ્રીકલ નામની દુકાન ચલાવે છે. પિતાએ જણાવ્યું હતું કે, હું મંગળવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મારૂ બાઈક લઈને દુકાને આવ્યો હતો. ઘરે પત્ની વૈભવી અને 2 વર્ષનો દિકરો જૈનીલ ગાંધી અને દિકરી હેત્વી હતા. દુકાન પર બપોરે સવા બાર વાગે મારી પત્નીનો મારી પર ફોન આવ્યો અને તેને જણાવ્યું કે, દિકરો જૈનીલ બપોરના 12 વાગે ઘરેથી નીકળી ઘરની સામે રહેતા કાકા અશોકભાઈના ઘરે જઈ રહ્યો હતો.

તે દરમિયાન સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની પીકઅપ ગાડી બોટલ આપવા આવી હતી. ડ્રાઈવરે ગાડી રીવર્સમાં પુરઝડપે હંકારતા જૈનીલ અડફેટે આવ્યો હતો. જેમાં ગાડીનું પાછળનું ડ્રાઈવર સાઈડનું પૈડુ જૈનીલના માથા પર ચઢાવી દેતા તેનું માથુ ફાટી ગયું હતું. અને તે સ્થળ પર જ મૃત્યું પામ્યો હતો. આ ઘટના બનતાજ આજુબાજુના લોકો ટોળે ટોળાં વળી ગયા હતાં. આ ઘટનાની જાણ થતા વરણામા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી હતી. અને કારના ડ્રાઈવરના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ સોસાયટીમાં મૃતકની માતા-પિતા સહિત સમગ્ર પરિવારના આક્રંદ થી માહોલ ગમગીન બની ગયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *