રાજકોટમાં પારડી ગામ પાસે થયો ભયાનક અકસ્માત જેમાં એક યુવાનનું કમકમાટીભર્યુ થયું મોત ….
હાલમાં નાના હોય કે મોટા હોય દરેક શહેરો ની જગ્યાએ અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે મોટા શહેરોમાં તો આવા અકસ્માતો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવા રોડ અકસ્માતોમાં અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવતા હોય છે તો ઘણા લોકો પોતાના નાના હજુ તો જીવન જીવવાનું શરૂ કર્યું હોય તેવા યુવાનો ના પણ મોત થતાં હોય છે. કે ભરી જવાની માં આમ યુવાનો મૃત્યુ પામતા પરિવારમાં ભારે ગમગીન માહોલ જોવા મળતો હોય છે.
રાજકોટ શહેરમાં ગુણાતીત નગર માં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા આહીર યુવાન ગઈકાલે રાત્રે પોતાના કારખાનામાંથી પોતાની આઇ ટ્વેન્ટી કાર લઈને રાજકોટ ઘરે જઈ રહ્યા હતા ત્યારે પારડી નજીક પહોચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પરથી કૂદી સામેના રસ્તે આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા મોટો અક્સ્માત થયો હતો અને કાર નો કચરો બની ગયો હતો.આથી યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યું થઈ ગયું હતું. આ અંગે શાપર ના પોલિસ સ્ટેશન ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાંનો ટ્રાફિક કલિયાર કરાવી આ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.
રાજકોટના ગુણાતીત નગર માં રહેતા કરણ પ્રવીણભાઈ કારેથા ( આહીર) જેની ઉંમર ૨૨ વર્ષ છે તે પોતાના શાપર સ્થિત કારખાનાં થી પોતાની આઇ ટ્વેન્ટી કાર લઈને પોતાના ઘરે રાજકોટ પરત ફરી રહ્યો હતો. ત્યારે પારડી નજીક પહોચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પાસે અથડાઈ ને સામેના રસ્તે જઈ ત્યાં આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં કાર નો ભૂકડો બની ગયો હતો અને ટ્રક પણ પલટી મારી ગયો હતો.અકસ્માત થવાથી તે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
અકસ્માત સમયે થયું એવું કે કરણ મોટરની અંદર જ ફસાઈ જતા તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કરણ એક ભાઈ અને બહેનના મોટો હતો. કંપનીના કામ માટે કારખાને ગયા પાછી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. પરિવારએ જાણકરી આપ્યા અનુસાર હજુ , બે મહિના પહેલા જ આનંદમાં રહેતી એક યુવતી સાથે સગાઇ કરવામાં આવી હતી.હવે રક્ષાબંધન પર્વ ને થોડા જ દિવસો બાકી છે ત્યાં આવી ઘટના બની જતા ઘરમાં ભારે શોક નો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના લોકો એ આવા અકારણ મૃત્યુ થતાં પરિવારનો આધારસ્તંભ ગુમાવ્યો હતો.