આ જગ્યાએ આવેલી છે ગોકુલધામ સોસાયટી જેવી જ હોટેલ! તસવીરો જોઈ નહિ આવે વિશ્વાસ… એક વખત જરૂર મુલાકાત લ્યો

હાલમાં ઘણી એવી સિરિયલો છે જેમાં લોકો પોતાના અભિનયથી દરેક દર્શકોના દિલો પર રાજ કરે છે.જેમાં કોમેડી, ડ્રામા, ઈમોશનલ વગેરે જેવી સિરિયલો જોવા મળે છે.જો આપણે આવી સિરિયલોની વાત કરી રહ્યા છે તો તારક મહેતા કા ઉલટા ચશ્માંને કેમ ભૂલી જવાય તારક મહેતા કા ઉલટા ચશ્મા એ આપણા ભારતની નંબર વન સિરિયલો માંથી એક છે.જેમાં ગોકુધામ સોસાયટીમાં આ સિરિયલનું શુટિંગ કરવામાં આવે છે.જેને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે જ્યાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે

તેવામાં હાલ એક ખુબજ અલગ અને અનોખી હોટલ સામે આવી રહી છે જે હોટલ અસલ તારખ મહેતા શો ના ઘર જેવીજ છે. આ હોટલ એક તારખ મહેતાની સોસાયટી જેવીજ દેખાય છે. જેમાં અલગ અલગ અભિનેતા અને અભિનેત્રીઓના પોસ્ટરો પણ દેખાય આવે છે. તમને જણાવીએ તો મહારાષ્ટ્રના આવેલા અમરાવતી ની અંદર, એક વ્યક્તિએ અનોખું સાહસ કર્યું છે. વાત કરીએ તો આ વ્યક્તિએ ગોકુલધામ પેલેસ નામની એક રેસ્ટોરન્ટ બનાવી છે. આ રેસ્ટોરન્ટ ખુબ જ જોરદાર છે અને ખૂબ જ અલગ અંદાજમાં ડિઝાઇન કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આખેઆખી તારક મહેતા સીરીયલ ધામ સોસાયટી જેવી જ બનાવી છે.

તેની અંદર જવા બિલ્ડીંગ, સોસાયટીના ગેટ, એમાં જ દરેકની બાલ્કની તેના જેવી જ લગભગ બધું જ સીરીયલ જેવું છે. આમ ઉપર નીચે તમને ઘણા બધા ફોટા ઓ પણ બતાવવા જઈ રહ્યા છીએ, આ ફોટામાં તમે આ રેસ્ટોરન્ટ કઈ રીતે નિહાળી શકો છો. એમાં જ સીરિયલ યે અલગ અલગ પાત્રોના ઘર છે, તેવી જ રીતે આ રેસ્ટોરન્ટની અંદર પણ અલગ અલગ પાત્રો ના ફોટાઓ અને તેના કટ આઉટ પણ મૂક્યા છે. સોશિયલ મીડિયામાં હોટલ અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહી છે. લોકોને પણ હોટલે જવાનું મન થાય તેવી હોટલ બનાવી છે.

આ સાથે તમને જણાવીએ તો આ રેસ્ટોરન્ટની અંદર સીરીયલ હૂબહૂ આપવામાં આવે તે માટે ખૂબ જ પરફેક્શનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ તારકમેતાકાઉલટાચસમા સોની સોસાયટીની અંદર સોસાયટીનો ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે તેવી રીતે, આ રેસ્ટોરન્ટની અંદર પણ તેવું અને તેવી રંગોળી પણ બનાવવામાં આવી છે. અત્યારે હોટલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હજુ થોડા દિવસ પહેલા આ રેસ્ટોરન્ટ, અમરાવતી થી ૨૫ કિલોમીટર દૂર મોરશી રોડ ઉપર આવેલી છે. તેમજ હાઇવે ઉપર આ રેસ્ટોરન્ટ હોવાને કારણે, ત્યાંથી પસાર થતા દરેક લોકોનું ધ્યાન તેની તરફ ખેંચે છે. આ ઉપરાંત આ રેસ્ટોરન્ટ ના ગેટ ઉપર પણ ગોકુલધામ લખેલો જોવા મળે છે.

સીરીયલ જોવી છે તેવો જ ગેટ આ રેસ્ટોરન્ટની બહાર મૂકેલો છે. જેની બહાર જેઠાલાલ અને દયા ભાભી ના કટ આઉટ પણ મૂકેલા છે. આમ તમને જણાવીએ કે ઓછા સમય ની અંદર આ રેસ્ટોરન્ટ એક અલગ પ્રકારની થીમ અને સ્વાદિષ્ટ વાનગીઓ ને કારણે લોકો માં ખૂબ લોકપ્રિય બની ગઈ છે. જોકે ખૂબ જ પ્રખ્યાત સીરીયલ ના પાત્રો ના નામ, તેમની તસ્વીરો અને તેમના લોકેશન, વગેરે નું આવી રીતે રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરે, તે કોપીરાઈટનો ભંગ કહેવાય પરંતુ આ મામલે સુધી હજી કઈ મેકર્સની ટીપ્પણી આવી નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *