જૂનાગઢના આ ગામમાંથી ભગવાન હનુમાનજીની વિશાળ મૂર્તિ ખોદકામમાં મળી આવી ! કેશોદના ભક્તને ભગવાન સપના આવી કહ્યું હતું….
મિત્રો આ દુનિયામાં ક્યારે કોની સાથે કેવી ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તો વળી આ ઘટનાનું પરિણામ પણ ઘણી વખત એવુ સામે આવતું હોઈ છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોઈ. તેવીજ રીતે હાલમાં એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક વૃદ્ધને સપનામાં ભગવાનની મૂર્તિ આવતા તેણે તરતજ તે જગ્યા પહોચીને ખોદકામ હાથ ધર્યું જે બાદ..આવો તમને આ પૂરો કિસ્સો વિગતે જણાવીએ કે અંતે થયું શું અને શું આ ઘટના છે.
વાત કરવામાં આવે તો કેશોદના એક વયોવૃદ્ધ હનુમાનજીના ભક્ત અશ્વિનભાઈ દવેને છેલ્લા 3 મહિનાથી હનુમાનજી સ્વપ્નમાં આવતા હતા. ભક્તએ જણાવ્યું કે, હનુમાનજીએ સ્વપ્નમાં આવીને જાણ કરી કે, તેમની મૂર્તિ નરસિંહ સરોવરના કાંઠે દટાયેલી છે. જેથી ભક્ત અશ્વિનભાઈ જૂનાગઢ પહોંચ્યા હતા અને મોડી સાંજે ખોદકામ કરાવતા જમીનમાંથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા નીકળતા તેમના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
અશ્વિનભાઈએ જણાવ્યું કે, ‘તેમને આવતા સપનાની વાતને લઈને છેલ્લા ઘણા દિવસોથી તેઓ જૂનાગઢ જવાનું વિચારી રહ્યા હતા. ત્યારે તેઓ સાંજે નરસિંહ સરોવરના કાંઠે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને અતુલભાઈને વાત કરતા જેસીબીની મદદ વડે નરસિંહ સરોવરની પાછળ તેઓએ બતાવેલ જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી સિંદુર લગાવેલ સાડા ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી હનુમાનજીની પ્રતિમા નીકળી હતી. જે જોઈ સૌ કોઈ શોકી ગયા હતા એ હાથ જોઈદ લીધા હતા.
તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાનજી ની આ મૂર્તિનો વજન આશરે 100 કિલોથી વધુ હોવાનું જણાયું હતું. આજે હનુમાનજીનો વાર શનિવાર અને તેમાં આજે જ ઢળતી સાંજે હનુમાનજી જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થતા હાજર સૌ ભાવિક ભક્તોએ પ્રગટેશ્વર હનુમાનજી હોવાનું જાહેર કરીને ચાર ચોકમાં આરતી કરીને પૂજન-અર્ચન કર્યા હતા. જ્યારે આ વાત આસપાસના વિસ્તારના લોકોને જાણ થતા ખુબજ મોટી સંખ્યામાં ભક્તો દોડી આવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.