ગુજરાતમાં આ જગ્યા પર બની રહ્યો છે ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે મોટો આઈસ્ક્રીમ કોન પ્લાન્ટ ….જાણો આ વિગતે

આપણે સૌ કોઇને આઈસ્ક્રીમ ભાવતો હોય છે જે સ્વાદમાં ખુબ સારો લાગતો હોય છે તથા એને ખાવાથી  મનને શાંતિ અને આનંદ થાય છે તેથી જ તો નાના બાળકોથી લઈને મોટા વુધ્ધો ને પણ આઈસ્ક્રીમ ખાવો ગમતો હોય છે. આવો આઈસ્ક્રીમ પ્લાન્ટ આપણા ગુજરાતમાં  બનવા જઈ રહ્યો છે.તો ચાલો એના વિષે માહિતી મેળવીયે .

સુમુલ ડેરી સ્થાપશે ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ આવતી કાલે CR પાટીલના હસ્તે કરશે ખાતમુહૂર્ત સુમુલ ડેરી રોજના ૩ લાખ કોનનું ઉત્પાદન કરશે સુમુલ ડેરી દ્વારા રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. પારડી ખાતે સમૂળ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે .

૧૨૫ કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત CR પાટીલ કરશે. આવતી કાલે ખુદ CR પાટીલના હસ્તે સવારે ૯:૩૦ કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

સમૂલ ડેરી રોજ ૩ લાખ કોનનું ઉત્પાદન કરશે દેશભરમાં આઈસ્ક્રીમ નું વેચાણ વધતા સુમુલ ડેરી એ આ યોજના બનાવી ,કેન્દ્રની પ્રોડક્ટ લીંક ઇન્સેનીતિવ સ્કીમમાં મંજુરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ ૩ લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે.

આઈસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા ૮ ડેરી પ્લાન્ટ જેટલી છે.જણાવી દિયે કે, પ્લાન્ટના ખાતમુહૂર્ત માં મંત્રી કનું દેસાઈ ,જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ.સોઢી પણ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરી આઈસ્ક્રીમ નું રોજિંદુ ઉત્પાદન ૧ લાખ લીટર કરશે વધુમાં જણાવી દિયે કે ,અમુલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રીયલ મિલ્ક ફેટ માંથી બને છે.ત્યારે હાલમાં આઈસ્ક્રીમ ની માંગમાં વધારો જોવા મળ્યો છે.પાર્ટી પેકથી લઈને કોન ,કપ,કુલ્ફી,અને સાથે ચોકલેટ –બટરર્સ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે.

ત્યારે હવે આ માંગને પહોચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને સુરત નીં સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતાવધારવા માટે પરવાનગી આપી છે .જેથી સુમુલ આઈસ્ક્રીમ નું રોજિંદુ ઉત્પાદન ૫૦,૦૦૦ લીટરથી વધી ૧ લાખ લીટર કરશે. ૫૦ હાજર લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે સુમુલ ડેરી આ નવો પ્લાન્ટ ઉભો કરશે.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *