એક નાની બાળકી રડતા રડતા તેની માતાને એવો પ્રશ્ન પૂછે છે કે જેના જવાબ આપતા માતા હસી પડી અને …જુવો ફની વીડિયો

આજના બાળકો ખૂબ આગળ વધી રહ્યા છે નાના બાળકોનું મગજ એવું ચાલતું હોય છે કે જેના આગળ મોટા વ્યક્તિઓ પણ ફિકા લાગવા લાગે છે. નાના બાળકો પોતાના મગજનો ઉપયોગ કરી અવનવી બાબતને ધ્યાનમાં રાખી અનેક કરતબો દેખાડતા હોય છે .એમાં પણ હવે તો સોશીયલ મીડીયા ના માધ્યમ થી બાળકો વધુ હોશિયાર થયાની સાથે જિદ્દી સ્વભાવના બનતા જાય છે.

બાળકો આસપાસના વાતાવરણથી પણ અનેક બાબતમાં ખૂબ જ આગળ જોવા મળતા હોય છે.હવે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જ જોઈ લ્યો કે બાળકી તેની માતાને એવો પ્રશ્ન પૂછે છે કે માતા જવાબ આપતા વિચાર કરવા લાગે છે.આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં નાની બાળકી જોવા મળે છે જે રડી રહી છે અને માતાને એક જ પ્રશ્ન વારંવાર પૂછી રહી છે. “મારો પતિ ક્યાં છે? મારે મારા પતિ પાસે જવું છે.”

વાસ્તવમાં હાલમાં એક નાની બાળકી નો વીડિયો બહુ જ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો એટલો ફની છે કે જે જોઈ દરેક હસી રહ્યા છે.વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકી રડતા રડતા તેની માતાને કહી રહી છે કે “મારે મારા પતિ પાસે જવું છે…મારા પતિ ક્યાં છે.” જે સાંભળી ત્યાં તમામ મહિલાઓ હસવા લાગે છે.જ્યારે માતા દીકરીને પૂછે છે કે ‘તારો પતિ કોણ છે?’ ત્યારે બાળકી કહે છે કે ‘ મામા ‘.

આ જવાબ પર માતા કહે છે કે મામાની પત્ની તો મામી છે. આ સાંભળી પછી છોકરી જોરજોરથી રડવા લાગે છે. ત્યારે માતા તેને સમજાવે છે કે બાળકોને પતિ હોતા નથી.પરંતુ બાળકી રડવાનું ચાલુ રાખે છે. આ નાનો સુંદર વીડિયો સોશીયલ મિડીયા પર દરેક લોકો નું ધ્યાન આકર્ષિત કરે છે.આ વીડિયોને વિજય કુમાર નામના વ્યકિતએ ટ્વીટર પર શેર કર્યો છે.

આ વીડિયોને કેપશન માં લખ્યું છે કે આ બાળક પણ…કોણ તેને સમજાવે… આ વીડિયો અનેક લોકો એ જોયો છે જે બધાને પસંદ આવી રહ્યો છે.આ વીડિયો પર અનેક લોકો એ પ્રતિક્રિયા આપી છે જેમાં એક યુઝર્સ લખ્યું છે કે આજકાલના બાળકો ખૂબ જ ઝડપી મોટા થઈ જાય છે.જ્યારે કોઈએ લખ્યું કે આ રડતી છોકરીએ વીડિયો જોનાર દરેકને હસાવ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.