કુલુ માં એક બસ ખીણ માં પડી જવાથી મોટું દુર્ઘટના સર્જાઈ ,તેમાં ૧૬ લોકોના મોત થયા અને …
આપણે અવારનવાર અનેક અકસ્માતો માર્ગ પર જોતા હોઈએ છીએ. તેમાં પણ રોડ પર આવા બનાવો તો બહુ જ વધારે પ્રમાણ માં જોવા મળતા હોય છે. લોકો વાહનો ને ચાલવતા સહેજ પણ જો ફેરફાર થાય તો લોકો પોતે તો જીવ થી જાય જ છે, પરંતુ સાથે સામે વાળા નિર્દોષ વ્યક્તિને પણ લેતા જાય છે આવા અનેક રસ્તા પરના અકસ્માતો ને આપડે સમાચાર માં કે વિડીયોમાં જોયા હશે .આવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે. જેમાં કુલુ માં એક બસ ખીણ માં પડી જવાથી મોટું દુર્ઘટના સર્જાઈ હતીઅને તેમાં ૧૬ લોકોના મોત થયા હતા.
હિમાચલ ના કુલુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના થવા પામી હતી જેમાં પ્રવાસીઓ ઓથી ભરેલી એક પ્રાઇવેટ બસ ખીણ માં પડી ગઈ હતી. આ ઘટનામાં મોટા ભાગે નાના બાળકો હોવાનું સામે આવ્યું હતું. જેમાં નાના બાળકો સહીત ૧૬ લોકો ના મોત થયા હતા. અમુક લોકો ઘાયલ થયા હતા જાણવા મળ્યું કે આ બસમાં કુલ ૪૫ લોકો મુસાફરી કરતા હતા. જેમાં ઘાયલ થયેલા લોકો ને બસ ની બહાર કાઢવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનો ને ૨-૨ લાખ નું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ ઘટના વિષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ ના કુલુ માં થયેલી આ દુર્ઘટના હચમચાવી દે તેવી છે. આ દુઃખદ ઘડીએ મૃતક ના પરિવાર સાથે મારી સંવેદના છે. મને આશા છે કે, જે ઘાયલ છે તેઓ ખુબ જ ટુક સમયમાં સજા થઇ જશે. ન્યુઝ એજન્સી ANI મુજબ, કુલુમાં સૌંજ ખીણ માં સવારે ૮ વાગે આ દુર્ઘટના બની હતી. ડીસ્ટ્રીકટ કમીશન નું કહેવું છે કે મૃતકો ની સંખ્યા વધી સકે છે. બસમાં સ્કુલના બાળકો હતા.
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બસ દુર્ઘટના ના કારણની તપાસ કરવા આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી એ આ બસ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત્ય કરયુ છે અને તેમણે મૃતકોના પરિવારજનો ને ૫-૫ લાખ અને ઘાયલ થયેલા લોકો ને ૧૫-૧૫ હાજર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. PMNRF ફંડ માંથી મૃતકો ના પરિવાર ને ૨-૨ લાખ રૂપિયા આપવાની અને ઘાયલો ને ૫૦-૫૦ હાજર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નીચે મુજબ ના લોકો મૃત્યુ પામ્યા છે તનું (૨૦ વર્ષ ), પ્રેમ ચંદ( ૮૨ વર્ષ ),ફતેહ ચંદ (૭૦ વર્ષ ), અનીતા (૧૯ વર્ષ ), સુશીલ(૨૧ વર્ષ ), રોશી દેવી ( ૪૫ વર્ષ), ખીમ (૪૦ વર્ષ ), અમિત, પાર્વતી દેવી (૪૦ વર્ષ ), ઝવ્લું ( ૨૮ વર્ષ ), આકાશ ( ૧૬ વર્ષ ), રાખી માયા.