આંધળો પ્રેમ! એક યુવકે ત્રણ યુવતી સાથે લગ્ન કર્યા! લગ્નમાં નાચ્યાં એના બાળકો! ઘટના જાણી દંગ રહી જશો

આપણી ભારતીય પરંપરા અને માનસિકતા મુજબ એક પુરુષ એ એક પત્ની સાથે લગ્ન કરતા હોય છે..એવું આપણે સાંભળેલું અને જોયેલું છે પરંતુ ક્યારેક એવું સાંભળ્યું કે 6 બાળકોના પિતાને 3 પત્નીઓ હોય!?સાંભળવામાં અજીબ લાગશે પણ મધ્યપ્રદેશમાં આવી જ કંઈક ઘટના જોવા મળી છે..

આ અનોખો કિસ્સો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સમર્થ મોર્યનો છે જે નાનપુંર વિસ્તારના પૂર્વ સરપંચ રહ્યા હતા.નવાઈની વાત એ છે કે આ વ્યક્તિ પોતાનીન3 ગર્લફ્રેન્ડ સાથે 7 ફેર લઈ તેણે લગ્નજીવનમાં પગલાં માંડ્યા છે એટલું જ નહીં તેના લગ્નમાં તેની 3 ગર્લફ્રેન્ડથી થયેલા 2 બાળકી એટલે કુલ 6 બાળકો એ પિતાના લગ્નમાં ભાગ લઈ તેને ધમધૂમથી ઉજવ્યો હતો..એક માહિતી અનુસાર આ વ્યક્તિ છેલ્લા કેટલાક 15 વર્ષોથી ત્રણેય સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતો હતો પરંતુ જ્યાં સુધી આર્થિક રીતે પગભર ના થયો ત્યાં સુધી તેણે લગ્ન ના કર્યા..

એક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે આદિવાસી ભીલાલા સમુદાયમાં આ રીતના લગ્ન અને લગ્ન પહેલા લિવ-ઈનમાં રહી પરિવાર બનાવવો એ તો સામાન્ય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 342 મુજબ, આ આદિવાસી રિવાજો એ વિશિષ્ટ સામાજિક પરંપરાઓની સુરક્ષા હેઠળ થઈ શકે છે. તેથી આ અંગે કાયદાકીય રીતે જોઈએ તો એકસાથે 3 દુલ્હન સાથે લગ્ન કરવા એ ગેરકાયદેસર કહેવાશે નહીં,પરંતુ જો લગ્ન કાયદા મુજબ ન થાય તો સમાજના લોકો વર-કન્યાને શુભ પ્રસંગમાં ભાગ લેવા દેતા નથી એવો નિયમ છે.

જોકે આ લગ્ન આદિવાસી રીત-રિવાજ મુજબ થયા હતા. અને તેના 6 બાળકો પણ તેમના માતા-પિતા અને સાવકી માતાના લગ્નથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ઉપરાંત તેમણે લગ્નમાં ખૂબ ઉત્સપૂર્વક ડાન્સ કર્યો હતો.આ લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા.આ માટે લગ્નનું કાર્ડ છપાયું હતું. અને કાર્ડમાં વરરાજા સાથે તેની 3 દુલ્હનોના નામ પણ લખવામાં આવ્યા ઉપરાંત આખા ગામને લગ્નમાં હાજર રહેવા અંગેનું આમંત્રણ આપવામાં આવ્યું .આ લગ્નમાં બધાએ ખૂબ જ મોજ કરી અને આનંદ કર્યો.આ અંગે તમે લગ્નનો વિડીયો નિહાળી શકો છુઓ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *