બે પરિવાર વચ્ચેના ઝઘડાને લઇ પરણીતાની થઇ હત્યા ! કારણ માત્ર એટલુજ કે, ‘ વોશિંગ મશીનનું…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે લોકો હવે તો કોઈ પણ નાની બાબતે રોષે ભરાઈને હત્યા કરવાની કોશિશ કરવા લાગતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે જેનું કારણ જાણી તમને પણ નવાઈ લાગશે અને કહેશો કે સાવ આવી નાની બાબતે પણ લોકો એક બીજાની હત્યા કરી શકે છે. આવો તમને આ હત્યાની હચમચાવી દેતી ઘટના વિગતે જણાવીએ.
આ હત્યાની ઘટનામાં આંધ્રપ્રદેશમાંથી સામી આવી રહી છે જ્યાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. તમને જણાવીએ તો આ મૃતક મહિલા પદ્માવતી કાદિરી નગરના મશનમપેટ ખાતે રહેતી હતી. તેમના ઘરના વોશિંગ મશીનનું ગંદુ પાણી પડોશમાં રહેતા વેમન્ના નાઈકના ઘરે જતું હતું. આ બાબતે બંને પરિવારો વચ્ચે ઘણી બોલાચાલી અને મારામારી થઈ હતી. નાઈકના પરિવારજનોએ પદ્માવતી પર પથ્થરો વડે હુમલો કર્યો હતો.
જેના કારણે તેને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આમ જે હોસ્પીટલે તેને લઇ જવામાં આવી હતી ત્યાં પણ હાલત ગંભીર હોવાને કારણે તેમને વધુ સારી સારવાર માટે બેંગ્લોર રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પદ્માવતીનું મોત થયું હતું. જે મામલે કાદિરીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આમ એક નજીવા ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો હતો. વોશિંગ મશીનનું ગંદુ પાણી પાડોશીના દરવાજે પહોંચતા મામલો એટલો વધી ગયો કે તેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જે બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. ઘણી વખત આવા ઝઘડાઓ ખુબજ હિંસક અને જીવલેણ સાબિત થઇ જતા હોઈ છે જેમાં વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવતો હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.