ગુજરાતના આ ગામમાં બન્યો ચમત્કારી કિસ્સો, યુવકને સપનામાં આવતા ભગવાન કાલભૈરવ, ચોક્કસ જગ્યાએ ખોદતાં જે મળી આવ્યું તે જોઈ તમે પણ…
મિત્રો તમે જાણોજ છો કે સમાજમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે જેને અમુક લોકો ચમત્કાર કે શ્રદ્ધા કહે છે, જ્યારે અમુક લોકો તેને અંધશ્રદ્ધા માને છે. આવો જ એક ચમત્કારિક કિસ્સો ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામનો છે. જ્યાં એક યુવનને કાલભૈરવ ભગવાન સપનામાં આવ્યા હતા અને ચોક્કસ જગ્યાએ ખાડો ખોદતા જે સામું આવ્યું તે જોઈ તમે પણ ચોકી જશો. આવો તમને આ અજીબો ગરીબ કિસ્સો જણાવીએ.
વાત કરીએ તો આ ચમત્કારી બનાવ ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં દર્શન પટેલ નામના યુવાને દાવો કર્યો હતો કે તેને ભગવાને સ્વપ્નમાં આવી મઢી ખાડીમાં પ્રતિમાઓ હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં ભગવાને તેને પ્રતિમાને બહાર કાઢી મંદિરમાં સ્થાપના કરવા આદેશ કર્યો હતો.
આમ બાદમાં દર્શન પટેલ નામના યુવાને મઢી ખાડીમાં નિશ્ચિત જગ્યાએ ખોદકામ કરતાં ખોડીયાર માતાજી, દશામાં અને ભગવાન શિવની પ્રતિમા મળી આવી હતી. આ ઘટના સાચી બનતા ગામના લોકો મૂર્તિના દર્શન માટે હાથ જોડી ઉભા રહૈ ગયા હતાં અને સૌકોઈને વિશ્વાસ નોતો આવતો કે સપનાની વાત સાચી નીકળી. આમ બાદમાં દર્શન પટેલ સહિતના પરિજનોએ ત્રણેય દેવી-દેવતાઓની પ્રતિમાની વિધિવત રીતે સ્થાપના સાથે પૂજા-અર્ચના કરી હતી.
તેમજ આ સાથે દર્શન પટેલ નામના યુવાને દાવો કર્યો હતો કે તેને અગાઉ પણ ભગવાન કાલભૈરવે સપનામાં આવી પ્રતિમા હોવાનું કહ્યું હતું. જે જગ્યાએ ખોદકામ કરતાં મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિઓ મળી આવ્યા બાદમાં ભગવાન કાલભૈરવની પ્રતિમાને નર્મદા નદીના જળથી અભિષેક કરી ધાર્મિક વિધિ અનુસાર મહાકાળી માતાજીના મંદિરે સ્થાપના કરી હતી. તેમજ આ ચમત્કારિક ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. (તસવીરો સૌજન્ય- કનેક્ટ ગુજરાત )