પુલ દુર્ઘટનામાં એક સાથે માતા અને ત્રણ સંતાનોનું પ્રાણ પંખેરું ઉડી ગયું! એક સાથે ચારના મૃત્યુ થતા પરિવાર હૈયાભફ લઇ ગયું
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. જેમાં કુલ અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઘણાં લોકો આ ઘટનામાં ગુમ પણ થઈ ગયા છે. તેવીન રીતે એક માતા અને તેના ત્રણ બાળકો આ ઘટના બાદ ગુમ થઈ ગયા હતાં. જેની તસવીરો આવી છે સામે.
આમ મોરબી શહેરનાં દલવાડી સર્કલ નજીક આવેલ કપુરીવાડી વિસ્તારમાં પરિવારના મોભી તો તરીને નીકળી ગયા પણ નજર સામે ડૂબતા પત્ની અને ત્રણ બાળકોને બચાવી ન શક્યનો જિંદગી ભર વસવસો રહેશે. આજે આ પરિવારમાં એકીસાથે ચારની અર્થી ઉઠતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. અચાનકઈ ઝૂલતાપૂલ તૂટી પડતા રૂપેશભાઈ ડાભી અને તેની પત્ની સહિત પરિવાર ચારેય વ્યક્તિઓ નીચે નદીમાં ખબકયા હતા. જો કે રૂપેશભાઈ હિંમત કરીને નદીમાંથી તરીને બહાર નીકળી ગયા હતા. પણ તેમની પત્ની અને સંતાનો ઉડા પાણીમાં ગરક થઈ જતા નજર સામે પરિવારના સભ્યોના મોત જોતા તેમનું કાળજું કંપી ઉઠ્યું હતું. આ ઘટનામાં ત્રણ સંતાનો અને તેની માતાનું મોત નીપજ્યા હતા. જેમાં હંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શાયમ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોત બાદ એકપછી એક લાશ નીકળતા પરિવારનો માળો પીખાઈ ગયો હતો.
આથી આજે એક જ પરિવારના ચાર ચાર વ્યક્તિઓની અર્થી એક સાથે ઉઠતા પરિવારજનો અને સગા સ્નેહીઓ હિબકે ચડ્યા હતા અને કોણ કોને સાંત્વના આપે તેવી તેવા કરુણ દ્રશ્યો સર્જાતા આખો વિસ્તારમાં શોકમય બની ગયો હતો. આમ મોરબી દુર્ઘટનામાં ઘણાં લોકોના મૃત્યુ બાદ પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે.
આમ આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300 મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ છે. આમ આ દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.