ખેતરમાંથી મળી આવી 4500 વર્ષ જૂની એક રહસ્યમયી મૂર્તિ…જાણો આખી ઘટના

આપણી સૃષ્ટિમાં કરોડો વર્ષોનો ઇતિહાસ છૂપાયેલો છે …પરંતુ સમય જતાં એમાંની કેટલીક વસ્તુઓ નાશ કે દફન થવા પામી હતી..પરંતુ સમય જતાં એ દફન થયેલી મૂર્તિઓ અને અવશેષો કોઈક જગ્યાએ ખોદકામ દરમિયાન મળી આવતા હોય છે.. આવુ જ કંઈક એક ખેતીના ખોદકામમાં મળી આવ્યું છે…

પેલેસ્ટિનિયન ખેડૂત નિદાલ અબુ ઇદને ખેતીમાં કામ કરતી વખતે કનાની દેવી અનતની 4500 વર્ષ જૂની કનાની એક મૂર્તિ મળી આવી છે..જોકે તે આખી મૂર્તિ નહીં પણ તેનું માત્ર માથું જ છે .આ મૂર્તિ મળવા અંગે તે વ્યક્તિ જણાવે છે કે “શરૂઆતમાં મને આ મૂર્તિને વેચીને તેમાંથી પૈસા મેળવવાનો વિચાર આવ્યો પણ પુરાતત્વવિદોએ એવું જણાવ્યું કે આ મૂર્તિની પુરાતત્વીય કિંમત ખૂબ વધારે છે”

જોકે આ પ્રતિમા અંગે ગાઝાના પર્યટક અને પ્રાચીન વસ્તુઓ મંત્રાલયના નિર્દેશક જમાલ અબુ એ એવું જણાવ્યું હતું કે મંત્રાલયના કર્મચારીઓએ એવું તારણ કાઢ્યું કે કનાની પૌરાણિક કથાઓમાં આ અનાદની દેવી પ્રેમ,સુંદરતા અને યુદ્ધની દેવી તરીકે ગણાતી…

બાઇબલ મુજબ જોઈએ તો કનાનીઓની પ્રાચીન સમયમાં સંસ્કૃતિ મૂર્તિપૂજક ની હતી..તેઓ એકેશ્વરવાદના આવ્યા પહેલા જેરુસમેલ અને મધ્ય પૂર્વના સ્થળમાં વસવાટ કરતા હતા…રીદાએ એવું જણાવ્યું કે આ મૂર્તિ ગાઝમાં રહેતી સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક અભૂપતપૂર્વ મૂર્તિ છે…જોકે મંત્રાલયના અધિકારી નરીમન ખલે આ અંગે જણાવતા કહે છે હવેના થોડા દિવસોમાં આ મૂર્તિ ગાઝાના ખૂબ જ જાણીતા એવાં પાશા પેલેસ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે..જે પહેલા છોકરીઓની સ્કૂલ હતી પરંતુ તેના બંધારણ જોઈ જર્મની એ આપેલા દાન બાદ એને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દીધું..

જોકે અહીં કોઈ પર્યટકો આવતા નથી કેમ કે આ ક્ષેત્રના આવવા-જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે…જોકે રીદાએ આ મૂર્તિ અંગે એવુ જણાવ્યું છે કે આ મૂર્તિનો એક ભાગ યુનિસના શેખ હમૌદા ખાતેથી મળી આવ્યો છે અને આ મૂર્તિનું અનાવરણ મંગળવારના રોજ કરવામાં આવશે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *