ગુજરાતનો આ પાટીદાર યુવક તેના 20 વીઘામાં એકજ પાકની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યો છે! બળથી નહિ પણ કળથી…
મિત્રો વાત કરવામાં આવે તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગના ખેડૂતો અલગ અલગ પાકની ખેતી કરીને લાખો રૂપિયાની કમાનુઈ કરી રહયા છે. જો આજના સિની વાત કરવામાં આવે તો વર્તમાન સમયના યુવાનો નોકરી પાછળ દોટ મુકી રહ્યાં છે. જ્યારે ગુજરાતના એક પાટીદાર યુવક તેના 20 વીઘામાં એકજ પાકની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યો છે. તેવામાં જો વાત કરીએ તો મોટા ભાગના ગુજરાતી ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી, કે ડુંગળીની ખેતી કરતા હોઈ છે.
તો વળી સારી અને ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો બાગાયતી પાક જેવા કે જમરૂખ, દાડમ, કેળ, કેરી, અને સીતાફળની ખેતી કરતા હોય છે, જ્યારે અમે જે ખેડૂતની વાત કરી રહ્યા છે તે ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો માંથીજ એક ખેડૂત છે જે લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવા ની ખેતી કરી રહ્યા છે. તમને જણાવીએ તો ભાવનગરના સીદસર ગામના વિપુલભાઈ પટેલે પોતાની વાડીમાં સરગવાનું વાવેતર કર્યું છે, જે વાડીમાં 20 વીઘા સરગવાના વાવેતર થકી તેઓ સારી આવક મેળવી રહ્યા છે, તેમણે સરગવા ઉપરાંત ડુંગળીનું પણ વાવેતર કર્યું છે અને તેમાં પણ તેમને સારી આવક મળી રહી છે.
આ સાથે જો વાત કરવામાં આવે તો વિપુલભાઈ પટેલ તેની 20 વીઘાની વાડીમાં સરગવાના વૃક્ષનું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે, એટલે કે 20 વીઘાની વાડીમાં સરગવાની ખેતીમાંથી વર્ષે 5 થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. જો તમને સરગવાના ફાયદાઓ જણાવીએ તો સરગવાની શીંગ નું સરસ મજાનું ચટાકેદાર શાક તો બને જ છે એ ઉપરાંત સરગવો ઔષધીય ગુણોનો ભંડાર ગણાય છે, અનેક પ્રકારના રોગો માટે સરગવો વપરાય છે
તેમજ કોરોનાકાળમાં તો ઘરે ઘરે સરગવાનું જ્યુસ જોવા મળતું હતું, સાંધાનો દુખાવો, સ્વાસ્થ્ય જાળવવા, તેમજ વધુ ચરબી ધરાવતા લોકો પણ સરગવા નો ઉપયોગ કરતા થયા છે. આમ જો સારી સીઝન હોય તો સરગવાના વેચાણ થકી સારી આવક મળે છે એ મુજબ તેમની વાડીમાં વાવેલા સરગવામાં એક વીઘા દીઠ તેમને 50 થી 60 હજારની આવક થઈ રહી છે, એટલે કે વર્ષે તેઓ માત્ર સરગવાની ખેતી થકી 5 થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.